સુરત (Surat) ક્રાઈમ બ્રાન્ચે બુધવારે રાત્રે સંવેદનશીલ ગણાતા કોસાડ આવાસમાં રેઈડ કરી ત્યાં છેલ્લા ચાર વર્ષથી પોતાના ઘરેથી મેફેડ્રોન ડ્રગ્સ (mephedrone drugs) વેચતા મુસ્તાક એસટીડીને ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે રૂ.13.39 લાખનું 134 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, ડ્રગ્સ વેચાણના રોકડા રૂ.3.38 લાખ વિગેરે મળી કુલ રૂ.17.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે બુધવારે રાત્રે 9.30 ના અરસામાં અમરોલી કોસાડ આવાસ એચ-2 બિલ્ડીંગ નં.193/બી ગ્રાઉન્ડ ફ્લોર ફ્લેટ નં.4 માં રેઇડ કરી ત્યાંથી મુસ્તાક ઉર્ફે મુસ્તાક એસટીડી અબ્બાસ પટેલને ઝડપી પાડી તેણે ઘરની તિજોરીમાં મૂકેલું રૂ.13,39,500 ની મત્તાનું 133.95 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ કબજે કર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી ડ્રગ્સ વેચાણના રોકડા રૂ.3,38,240 તેમજ મોબાઈલ ફોન, ચાર ડીજીટલ વજન કાંટા, નાની ઝીપ બેગના 6 બંડલ, ધાતુની ચમચી વિગેરે મળી કુલ રૂ.17,15,360 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લા ચાર વર્ષથી ડ્રગ્સનો બંધાણી છે અને છૂટક વેચાણ પણ કરે છે. મુસ્તાક એસટીડી શિવા નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવી તેની નાની પડીકીઓ બનાવી વેચતો હતો. તેના ગ્રાહકો ફોન પર સંપર્ક કરી ઘરે આવી તેની પાસે ડ્રગ્સ લઈ જતા હતા.
મુસ્તાક હંમેશા ડ્રગ્સ ઘરની તિજોરીમાં રાખતો હતો અને તેની ચાવી માત્ર તેની પાસે જ રહેતી હતી. ક્રાઈમ બ્રાન્ચે મુસ્તાક વિરુદ્ધ ગુનો નોંધી શિવાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સંવેદનશીલ કોસાડ આવાસમાં પોલીસને કોઈ પણ ઓપરેશન પાર પાડવું હોય તો તે પડકારરૂપ છે. તેમાંય ડ્રગ્સના સોદાગરને પકડવાનો વધુ મુશ્કેલ હોય ક્રાઈમ બ્રાન્ચ ત્રણ પીઆઈ સહિતના મોટા કાફલા સાથે ગઈ હતી. પોલીસને જોઈ મુસ્તાક અને તેની ચોથી પત્ની અને મુસ્તાકના સાગરીતોએ હોબાળો કર્યો હતો. પણ ક્રાઈમ બ્રાન્ચના મોટા કાફલાને લીધે તેઓ ફાવ્યા નહોતા. પોતાના ઘરેથી જ છેલ્લા ચાર વર્ષથી એમ.ડી.ડ્રગ્સનું વેચાણ કરતો મુસ્તાક અગાઉ બાપુનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. તે ત્યાં એસટીડી પીસીઓ ચલાવતો હતો તેથી તે મુસ્તાક એસટીડીના નામે જાણીતો થયો હતો.
હાલ તે કોસાડ આવાસના જે ફ્લેટમાં રહે છે તે પહેલા ભાડે રાખી દોઢ વર્ષ ભાડું ભર્યું હતું. પણ છેલ્લા એક વર્ષથી તેણે મકાન માલિકને રૂ.1.50 લાખ આપી પોતાની પાસે રાખ્યો છે. બે દિવસ પહેલા પણ સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ લલિત વાગડીયા અને પીએસઆઇ પુવાર દ્વારા નવસારીના માતા પુત્રને સુરતમાં ડ્રગ્સ વેંચતા ઝડપી પાડવામાં આવ્યા હતા મહત્વનું એ છે કે લોકો હાલમાં પોતાના બાળકો પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે હાલમાં યુવા વર્ગ નશીલા પદાર્થ વધુ પ્રેરાઈ રહ્યા છે જેથી સુરત પોલીસ દ્વારા સતત સતત એક પછી એક નશીલા પદાર્થ ના વેચાણ કરતા અને જ્યાં થી આ નશીલો પદાર્થ સપ્લાય કરવામાં આવે છે ત્યાં સુધી પણ તપાસ કરવામાં આવી રહી છે આવનરા સમય માં મુખ્ય સપ્લાયરો સામે પણ સકાંજો કશે તો નવાઇ નહિ.
આ પણ વાંચોઃ Dahod: વિધર્મી યુવક દ્વારા યુવતીને ભગાડી જવાની ઘટનાના વિરોધમાં ગાંગરડી ગામ સજ્જડ બંધ