Surat : પાંડેસરા વિસ્તારના વડોદ ગામમાં ગૂંગળામણથી એક પરિવારના 4 સભ્યો બેભાન, 14 વર્ષની બાળકીનું મોત

રોજ વહેલી સવારે ઘરકામ કરતી મહિલાએ દરવાજો ના ખોલતા પોડોશીને કાંઈક અજૂગતું બન્યાની શંકા જતા પાડોશીએ દરવાજો તોડીને ઘરની અંદર ગયાં હતાં. ત્યારે પરિવારના તમામ સભ્યો જમીન પર બેભાન અવસ્થામાં મળ્યાં હતાં

Surat : પાંડેસરા વિસ્તારના વડોદ ગામમાં ગૂંગળામણથી એક પરિવારના 4 સભ્યો બેભાન, 14 વર્ષની બાળકીનું મોત
Surat A family unconscious due to gas suffocation in Vadod village of Pandesara
| Edited By: | Updated on: Jan 29, 2023 | 11:59 AM

સુરત શહેરના પાંડેસરા વિસ્તારના વડોદ ગામમાં ગેસ ગૂંગળામણથી એક પરિવાર બેભાન થયાની ઘટના સામે આવી છે. રોજ વહેલી સવારે ઘરકામ કરતી મહિલાએ દરવાજો ના ખોલતા પોડોશીને કાંઈક અજૂગતું બન્યાની શંકા જતા પાડોશીએ દરવાજો તોડીને ઘરની અંદર ગયાં હતાં. ત્યારે પરિવારના તમામ સભ્યો જમીન પર બેભાન અવસ્થામાં મળ્યાં હતાં. પાડોશીઓએ તાત્કાલીક ધોરણે 108 બોલાવીને પરિવારના તમામ સભ્યોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં ડોક્ટરે તપાસ દરમિયાન 14 વર્ષની બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે. જ્યારે ત્રણ બાળકો અને મહિલા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : પરીક્ષા રદ થતા પરીક્ષાર્થીઓએ અલગ અલગ જિલ્લામાં મચાવ્યો હોબાળો, જુઓ Video

આ અગાઉ પણ વડોદરામાં ગૂંગળાઈ જવાની દશરથ વિસ્તારમાં એક વિચિત્ર દુર્ઘટના સામે આવી હતી. જેમાં પતિ-પત્નીનું ગૂંગળાઈ જવાને કારણે મોત થયું હતું. તાપણાથી થયેલા ધુમાડાના કારણે ગૂંગળામણથી દંપતીનું મોત થયું હતું. ઘટના કૃષ્ણવેલી સોસાયટીની હતી. જ્યાં 49 વર્ષીય વિનોદ સોલંકી અને 47 વર્ષીય ઉષા સોલંકીએ ઠંડીથી બચવા રાત્રે પોતાના રૂમમાં તાપણું કર્યું હતું. અને થોડીવાર બાદ સૂઈ ગયા હતા. રાત્રિ દરમિયાન ધુમાડો આખા રૂમમાં ફેલાઈ ગયો હતો અને ગૂંગળામણથી દંપતી મોતને ભેટ્યું હતું. સવારે જ્યારે તેમનો પુત્ર અને ભત્રીજો ઘરે આવ્યા ત્યારે કોઈનો અવાજ નહોતો આવતો.

ઘટનાને લઈ છાણી પોલીસે FSLની મદદથી તપાસ કરી

જેથી તેઓ ઘરના પાછળના ભાગેથી અંદર ઘૂસ્યા હતા. પરંતુ ઉપરના બેડરૂમનો દરવાજો ન ખુલતાં તેમણે દરવાજો તોડી નાખ્યો હતો. અંદર જોતા તેના માતા-પિતાના મૃતદેહ પડ્યા હતા. ઘટનાને લઈ છાણી પોલીસે FSLની મદદથી તપાસ કરી. જેની પ્રાથમિક તપાસમાં ગૂંગળામણથી મોત થયાનું સામે આવ્યું હતું