Surat: સુરત શહેરનાં વાતાવરણમાં પલટો, શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

|

Jun 15, 2021 | 1:06 PM

Surat : સવારથી સુરત શહેરનાં વાતાવરણમાં પલટો આવ્યો છે,  શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે.

Surat: સવારથી સુરત શહેરનાં વાતાવરણમાં (Atmosphere)પલટો આવ્યો છે,  શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે, વરસાદને પગલે વાતાવરણમાં  ઠંડક પ્રસરી છે.

મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી,  ચોમાસાની શરૂઆતથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આ વખતે 13 જુનથી જ ચોમાસાની(Monsoon)  શરૂઆત થઈ ગઈ છે,  ત્યારે અત્યાર સુધીમાં ભરૂચ,  અમરેલી,  તાપી અને સુરત સહિતનાં શહેરોમાં ચોમાસાનાં પહેલા વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે.

મુખ્યત્વે,  સવારે અનેક લોકો ધંધા રોજગાર માટે બહાર નિકળતા હોય છે,  ત્યારે સુરતનાં અનેક વિસ્તારોમાં વરસાદને પગલે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,  અમરેલીનાં ગ્રામ્ય વિસ્તારમાં પહેલા વરસાદની ધમાકેદાર બેટિંગને કારણે આંબરડી ગામની બજારોમાં પૂર જેવી સ્થિતિ થઈ હતી, ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાવરકુંડલાના “શેરદદુલ” ડેમનાં બે પાટિયા ખોલવાની પણ ફરજ પડી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડશે,  જેમાં દક્ષિણ ગુજરાત અને  સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

Published On - 12:30 pm, Tue, 15 June 21

Next Video