સુરતમાં વધુ એકવાર વાલીઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં સાયકલ ચલાવતો બાળક સ્ટંટ કરવા જતા જતા ગોથું મારી જાય છે. જેને લીધે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચે છે. સમગ્ર ઘટનાના CCTV ફુટેઝ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે, રસ્તા પર બાળક શાંતીથી સાયકલ લઈને જઈ રહ્યો હતો. પરંતુ રસ્તા પર સ્પિડ બ્રેકર આવતા સાયકલ સવાર બાળકે સાયકલને એક ટાયર પર ચલાવવાની કોશિષ કરી પરંતુ બેલેન્સ ન જળવાતા બાળક જમીન પર ઊંધે માથે પટકાયો હતો. અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આજૂબાજુના લોકોએ તાત્કાલિક બાળકને ઉભો કરી સારવાર અર્થે ખસેડ્યો હતો અને સારવાર બાદ હાલ બાળકની સ્થિતિ સારી છે. જોકે સમગ્ર ઘટના દરેક વાલીઓ માટે ચેતવણી સમાન છે.
બાળકે સાયકલને એક ટાયર પર ચલાવવાની કર્યો પ્રયાસ, બેલેન્સ ન જળવાતા જમીન પર ઊંધે માથે પટકાયો, જુઓ Video #Surat #Gujarat #TV9News pic.twitter.com/hAlloPZkV9
— Tv9 Gujarati (@tv9gujarati) March 13, 2023
હચમચાવી દેનારો આ સીસીટીવી ફુટેજ સુરતના કાપોદ્રામાંથી સામે આવ્યો છે. આ પ્રકારના સ્ટંટ ક્યારેક જીવલેણ પણ સાબિત થતા હોય છે. આજકાલ સોશિયલ મીડિયા અને ટીવી પર જોઈને બાળકો આવા સ્ટંટ કરતા હોય છે. પરંતુ આ બાળકોને એ પણ ખબર હોવી જોઈએ કે સ્ટંટ કરનારા લોકો યોગ્ય તાલીમ લીધેલા હોય છે. આથી આવા કોઈપણ સ્ટંટ ક્યારેક બહુ મોંઘા સાબિત થતા હોય છે.
આ પણ વાંચો: Breaking News: સુરતમાં કોરોના વાયરસ ફરી વકર્યો 60 વર્ષિય વૃદ્ધાનું કોરોનાથી થયુ મોત, અઢી મહિના બાદ મોતનો કેસ
આ તરફ સુરતમાં દરવાજો પડતા દોઢ વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યુ છે. સચીન જીઆઈડીસી વિસ્તારમાં ભાઈ-બહેન રમી રહ્યા હતા ત્યારે અચાનક વજનદાર દરવાજો તૂટી પડ્યો હતો. આ દરવાજો બાળકના પીઠના ભાગે પડતા દોઢ વર્ષિય બાળકનું મોત નીપજ્યુ છે. બાળકના મોતને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. બાળક ગુમાવતા પરિવારના માથે જાણે આભ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ શ્રમજીવી પરિવાર મૂળ મધ્યપ્રદેશના કુંડીયાપાળાના ખાવાસા ગામનો રહેવાસી છે.
Published On - 9:38 am, Mon, 13 March 23