Surat : ઓનલાઇન કંપનીનું બોર્ડ મારીને ચાલતું કોલ સેન્ટર પકડાયું, જોબ વર્કના નામે કરતા હતા છેતરપિંડી

|

Jul 20, 2022 | 4:06 PM

આમ કોલ સેન્ટરમાં(Call Center ) લોકોને વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટના આધારે ફોન કરી ઘરેથી ડેટા એન્ટ્રીનું કામ કરી પાંચ દિવસમાં 25 થી 30 હજાર કમાવવાની લાલચ આપતા હતા

Surat : ઓનલાઇન કંપનીનું બોર્ડ મારીને ચાલતું કોલ સેન્ટર પકડાયું, જોબ વર્કના નામે કરતા હતા છેતરપિંડી
Call Center Caught in Surat (File Image )

Follow us on

ગુજરાતની (Gujarat )અંદર સૌથી મોટું રેકેટ ચાલતું હોય તો તે છે કોલ સેન્ટર. કોલ સેન્ટર(Call Center ) મારફતે લોકોને કોઈને કોઈ સ્કીમ આપી અથવા તો કોઈને કોઈ ડેટા (Data )એન્ટ્રી ના નામે કરોડ રૂપિયાનું ચીટીંગ કરવામાં આવતું હોય છે અને આ ચીટીંગ ની અંદર સામાન્ય લોકોના ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે ત્યારે સુરતમાં પણ ચાલતા કોલ સેન્ટર ઉપર સુરત પીસીબી દ્વારા રેઇડકરવામાં આવી હતી.

પોલીસે કરેલી આ રેઇડમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ઘરેથી ડેટા એન્ટ્રીનું કામ કરવાનું કહીને પાંચ દિવસમાં 25 થી 30 હજાર કમાવાની લાલચ આપતા હતા. અને તે બાદમાં કોન્ટ્રાકટનો ભંગ કર્યો છે તેવું કહીને તેઓ પેનલ્ટીના નામે મોટી રકમ લોકો પાસે પડાવતા હતા. સુરતના નાનપુરા ટીમલીયાવાડ ગાંધી પેલેસના પાંચમા માળે આવેલા એમેઝોન ઇઝી સેલ નામના કોલ સેન્ટર ચાલે છે તે માહિતી ના આધારે સુરત પીસીબીએ ગત સાંજે રેઈડ કરી 7 કર્મચારીને ઝડપી પાડી તેમની પાસેથી 37 મોબાઈલ ફોન, 6 લેપટોપ, 10 કોમ્પ્યુટર, રોકડા રૂ.11,530 મળી કુલ રૂ.2.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આપણે અવારનવાર સાંભળતા હોઈએ છે કે ડેટા એન્ટ્રી અથવા તો કોઈ સ્કીમ નામે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા તેની પાછળ સૌથી મોટું કામ કોલ સેન્ટરનું હોય છે. અલગ અલગ રાજ્યમાં આ કોલ સેન્ટર ચાલતા હોય છે અને લોકોને ફોન કરી અને રૂપિયો ની છેતરપિંડી કરતા હોય છે. માત્ર 21 દિવસ અગાઉ શરૂ થયેલા અને મોટાભાગે ઝારખંડ અને મધ્યપ્રદેશના લોકોને છેતરતા કોલ સેન્ટરના સૂત્રધાર સહિત ચારને પીસીબીએ વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

પીસીબી પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના નાનપુરા ટીમલીયાવાડ ગાંધી પેલેસના પાંચમા માળે એમેઝોન ઇઝી સેલ કોલ સેન્ટરમાં રેઈડ કરી હતી. અહીં રેઈડ કરતા મોટું રેકેટ ચાલી રહ્યું હતું. આમ કોલ સેન્ટરમાં લોકોને વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટના આધારે ફોન કરી ઘરેથી ડેટા એન્ટ્રીનું કામ કરી પાંચ દિવસમાં 25 થી 30 હજાર કમાવવાની લાલચ આપતા હતા અને સાથે એડવાન્સ ફી ના નામે રૂ.6700 ભરાવી એગ્રીમેન્ટ કર્યા બાદ આમ લોકો કામ શરૂ કરે એટલે તાત્કાલિક તેમને કોન્ટ્રાકટ ભંગ કર્યો છે તેવું કહી કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની નોટીસો પાઠવતા હતા. અને બાદમાં પેનલ્ટીના નામે મોટી રકમ અલગ અલગ બેંકોના એકાઉન્ટ નંબરોમાં ટ્રાન્સફર કરાવડાવી બળજબરીથી પૈસા પડાવવામાં આવતા હતા.

પોલીસે આ કોલ સેન્ટરના સાત કર્મચારીને ઝડપી લીધા હતા. હાલમાં તો સુરત પીસીબીએ નિતેશ ઉપરાંત અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરી આ અંગે અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Article