Surat : ઉમરપાડા સરકારી રેફરલ હોસ્પિટલમાંથી બોગસ તબીબ ઝડપાયો

|

Aug 18, 2021 | 11:46 AM

ઉમરપાડાની સરકારી રેફરલ હોસ્પિટલમાં ગાયનેક એમબીબીએસ ડૉ. નરેશ પવાસીયાની નિમણૂક વર્ષ 2020માં થઈ હતી. પરંતુ તેઓ સુરતમાં પોતાની હોસ્પિટલ ચલાવતા હતા.

Surat : ઉમરપાડાની સરકારી રેફરલ હોસ્પિટલમાંથી બોગસ તબીબ ઝડપાયો છે. સરકારી તબીબ પોતાની જગ્યાએ વિદ્યાર્થીને બેસાડી પગાર લેતો હતો.રેફરલ હોસ્પિટલમાં MBBS ડૉક્ટર તરીકે નામ બદલી અસલી ડૉક્ટરના કહેવાથી ફરજ બજાવતો નકલી ડોક્ટર ઝડપાયો છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.

ઉમરપાડાની સરકારી રેફરલ હોસ્પિટલમાં ગાયનેક એમબીબીએસ ડૉ. નરેશ પવાસીયાની નિમણૂક વર્ષ 2020માં થઈ હતી. પરંતુ તેઓ સુરતમાં પોતાની હોસ્પિટલ ચલાવતા હતા. તેઓ પોતે ફરજ પર આવવાને બદલે અન્ય નકલી તબીબોને તંત્રની રહેમ નજર હેઠળ રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવવા મોકલતા હતા.

2 ઓગસ્ટે ડૉ.નરેશ પાવસીયાએ તાપીની એક કોલેજમાં BHMSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કરણ રાજુ જોટંગીયાને 10 હજારના પગારે રાખી પોતાની જગ્યાએ ફરજ પર મોકલ્યો હતો. કરણ 15 દિવસથી ડૉક્ટર તરીકે ફરજ બજાવતો હતો. સોમવારે દર્દીને બીમારીની વિરુદ્ધ દવા લખી આપતા અન્ય મહિલા કર્મચારીના ધ્યાને આવ્યું હતું.

તેણે આ બાબતે ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યા બાદ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.અનિલ ઝાએ તપાસ કરતા ડૉક્ટરનો ભાંડો ફૂટી ગયો હતો. ડૉ. નરેશ ગેરહાજર હતો, જ્યારે કરણે પોતે તબીબ ન હોવાની કબૂલાત કરી હતી. પોતે વિદ્યાર્થી હોવાનું જણાવી ભાગતા લોકોએ પકડી મેથીપાક આપ્યો હતો. સુપ્રિન્ટેન્ડેન્ટે ડૉ.નરેશને બોલાવતા તેણે પતાવટનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : Rajkot : નકલી દૂધના કાળો કારોબારનો પર્દાફાશ, એક શખ્સની અટકાયત

આ પણ વાંચો : e-Gopala એપથી ખેડૂતો કરશે પ્રગતિ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરશો અને તેના ફાયદાઓ

Published On - 11:43 am, Wed, 18 August 21

Next Video