Surat Breaking News : 28 વર્ષીય યુવાનનું Heart Attack ના કારણે મોત નીપજ્યું, નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લઈ ઘરે આવતા બની ઘટના

|

Oct 15, 2023 | 12:06 PM

Surat : સુરતમાં વધુ એક યુવાનનુ હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું છે. 28 વર્ષીય યુવાનનું Heart Attack ના કારણે મોત નિપજતા વધતી ઘટનાઓએ ચિંતા સર્જી દીધી છે. નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લઈ ઘરે આવતા યુવાન સાથે ઘટના બની હતી. તહેવારની ઉજવણીની ખુશીનો માહોલ માતમમાં પરિવર્તિત થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના લોકોમાં હૃદય રોગના હુમલાની ઘટનાઓ ખુબ વધી રહી છે. આરોગ્ય તંત્ર પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે પરંતુ સતત વધતા બનાવ હવે પરિવારો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.

Surat Breaking News : 28 વર્ષીય યુવાનનું Heart Attack ના કારણે મોત નીપજ્યું, નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લઈ ઘરે આવતા બની ઘટના

Follow us on

Surat : સુરતમાં વધુ એક યુવાનનુ હૃદય રોગના હુમલા(Heart Attack In Young Age)ના કારણે મૃત્યુ નીપજ્યું છે. 28 વર્ષીય યુવાનનું Heart Attack ના કારણે મોત નિપજતા વધતી ઘટનાઓએ ચિંતા સર્જી દીધી છે. નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લઈ ઘરે આવતા યુવાન સાથે ઘટના બની હતી. તહેવારની ઉજવણીની ખુશીનો માહોલ માતમમાં પરિવર્તિત થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના લોકોમાં હૃદય રોગના હુમલાની ઘટનાઓ ખુબ વધી રહી છે. આરોગ્ય તંત્ર પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે પરંતુ સતત વધતા બનાવ હવે પરિવારો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.

યુવાન માતાજીની મૂર્તિ લઈ ઘરે જઈ રહ્યો હતો

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીની ખુશીનો માહોલ માતમમાં પરિવર્તિત થઈ ગયો છે. નવરાત્રી મહોત્સવ માટે માતાજીની મુર્તી લેવા ગયલે 28 વર્ષિય યુવક અમર કિશોરભાઈ રાઠોડને હાર્ટ એટેક આવતા તે ફસડાઈ પડ્યો હતો. કોઈ લક્ષણ કે અણસાર વિના અચાનક યુવાન ઢળી પડ્યો ત્યારે તેની તબિયત લથડી હોવાનો આસપાસના લોકોને અહેસાસ થયો હતો.

પરફેક્ટ Life Partner અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત, જુઓ Video
સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો
સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી
નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level
અમદાવાદમાં બનશે દેશનો સૌથી ઉંચો 'સિટી સ્ક્વેર', જાણો શું છે તેની વિશેષતાઓ?

આશાસ્પદ અમર કિશોરભાઈ રાઠોડનું હાર્ટ એટેકથી મોત નિપજતા યુવાનોમાં હૃદય રોગના હુમલાની તાજેતરમાં વધી રહેલી ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. અમર  નવરાત્રિ માટે માતાજીની મુર્તિ લેવા ગયો હતો. સૂત્રો અનુસાર અમર કિશોરભાઈ રાઠોડ ડાયમંડ કંપનીમાં કામ કરતો હતો. ઇચ્છાપોર વિસ્તારમાં તેની તબિયત લથડવાની ઘટના બની હતી. મૃતકના એક બાળકનો પિતા છે અને તેના પરિવારમાં પુત્ર અને પત્ની છે.

ડભોઇમાં યુવાન અચાનક ઢળી પડ્યો તે ઘટના CCTV માં કેદ થઇ

સુરતની જેમ વડોદરા જિલ્લામાં પણ યુવાનની અચાનક ઢળી પાડવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવાન રેસ્ટોરન્ટના દરવાજા પર ઉભો હતો અને અચાનક તે ઢળી પડ્યો હતો જેનું કરુણ મોત નીપજ્યું હતું.

સ્વાસ્થ્યને લઈ સાવચેત રહેવાની જરૂર

નાની ઉંમરે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો તમે તમારી જાતને આ ખતરાથી બચાવવા માંગતા હોવ તો જાણો નિષ્ણાતોની સલાહ. આ વ્યસ્ત જીવનમાં જો તમે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ડિસ્ટર્બ્ડ લિપિડ પ્રોફાઈલ, વધતું કોલેસ્ટ્રોલ, વધારે વજન જેવી સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો તમારે અત્યારે જ સાવધાન થવાની જરૂર છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:37 am, Sun, 15 October 23

Next Article