Surat : ઘરનો ઓટોમેટિક દરવાજો અંદરથી લોક થઇ જતા 2 વર્ષનો બાળક ફસાયો

|

Mar 02, 2022 | 12:45 PM

ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે અમે જયારે એપાર્ટમેન્ટમાં પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી લોક થઇ ગયો હતો. અને ઘરની અંદર પુરાયેલો બાળક ખુબ રડી રહ્યો હતો. જેથી અમે હાઇડ્રોલિક ક્રેઈનની મદદ લઈને ઘરની પાછળના ભાગે આવેલા બાલ્કનીમાંથી ઘરમાં જવાનું નક્કી કર્યું હતું.

Surat : ઘરનો ઓટોમેટિક દરવાજો અંદરથી લોક થઇ જતા 2 વર્ષનો બાળક ફસાયો
Child was rescued (File Image )

Follow us on

સુરત ફાયર(Fire ) બ્રિગેડ આગ અકસ્માતની દુર્ઘટનામાં તો બચાવ (Rescue )રાહત ની કામગીરી કરે જ છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં ફસાયેલા વ્યક્તિઓ કે પશુઓને પણ સલામત(Safe ) રીતે ઉગારવાનું કામ પણ કરે છે. સુરતના વેસુ વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી, જેમાં એક એપાર્ટમેન્ટમાં દરવાજો ઓટોમેટિક લોક થઈ જતા 2 વર્ષનું બાળક રૂમમાં ફસાઈ ગયું હતું. આ કિસ્સામાં સુરત ફાયર વિભાગે એપાર્ટમેન્ટની બાલ્કની માંથી પ્રવેશીને બાળકને બચાવ્યો હતો.

વેસુ વીઆઇપી રોડ પર આવેલા રત્નકંચન એપાર્ટમેન્ટમાં રહેતા સુશીલ કુમાર શર્મા એરપોર્ટ પર કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ માં ફરજ બજાવે છે. મંગળવારે મહાશિવરાત્રી હોવાથી તેઓ મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા.પરિવાર હજી ઘરની બહાર નીકળે તે પહેલાં જ તેમના 2 વર્ષીય પુત્ર સ્વરાજે બેડરૂમનો દરવાજો અંદરથી ખેંચી લેતા લોક થઈ ગયો હતો. દરવાજો ઓટોમેટિક લોક હોવાને કારણે અંદરથી બંધ થઈ ગયો હતો. જેના કારણે માત્ર બે વર્ષનો બાળક રૂમની અંદર લોક થઈ જતા માતાપિતા ચિંતામાં મુકાઈ ગયા હતા.

તેઓએ દરવાજો ખોલવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પણ નિષ્ફ્ળ નીવડ્યા હતા. જેથી આખરે તેઓએ ફાયરની ટીમની મદદ લેવાનું નક્કી કર્યું હતું. ફાયરને જાણ કરતા ફાયરની ટીમ દ્વારા એપાર્ટમેન્ટના બીજા માળની બાલ્કનીમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો, અને દરવાજા વાટે પ્રવેશીને બાળકને ઉગારી લેવામાં આવ્યો હતો.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે અમે જયારે એપાર્ટમેન્ટમાં પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી લોક થઇ ગયો હતો. અને ઘરની અંદર પુરાયેલો બાળક ખુબ રડી રહ્યો હતો. જેથી અમે હાઇડ્રોલિક ક્રેઈનની મદદ લઈને ઘરની પાછળના ભાગે આવેલા બાલ્કનીમાંથી ઘરમાં જવાનું નક્કી કર્યું હતું. અમે રૂમની અંદર પ્રવેશીને બાળકને સહી સલામત તેના માતાપિતાને સુપરત કર્યો હતો. જોકે આ ઘટના પરથી માતાપિતાએ બોધપાઠ લેવાની જરૂર છે.

અને જો ઓટોમેટિક દરવાજો ઘરમાં હોય તો તેવા કિસ્સામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. નોંધનીય છે કે સુરત ફાયર વિભાગે હજી મંગળવારે જ અઠવાલાઇન્સ ખાતે જર્જરીત બિલ્ડિંગના આઠમા માળે રહેલા શ્વાનને પણ ઉગાર્યું હતું. એક પશુ પ્રેમી મહિલાનો કોલ મળતા ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :

Surat : એસટીએમ વિવાદનો મધપુડો વધુ એક વાર છંછેડાયો, માર્કેટના વેપારી દ્વારા ભાજપને એક લાખ રૂપિયાનો ચેક આપવાની અપીલ

Surat : હવે સુરતમાં લોકપ્રિય થીમ બેઇઝડ સાડીઓનું પણ વધી રહ્યું છે ચલણ, જાણો અત્યાર સુધી કેવી કેવી સાડીઓ બની

Next Article