Surat: તાપી નદીમાં નાહવા પડેલા 8 વર્ષીય બાળકનું ડૂબી જતા મોત

|

Jun 26, 2023 | 8:02 PM

સુરતમાં વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તાપી નદીમાં નાહવા પડેલા 8 વર્ષીય બાળકનું ડૂબી જતા મોત થયું છે. ન્હાવા પડેલા ત્રણ ભાઈ બહેનમાંથી એકનુ મોત થયું હોવાની બની હતી ઘટના.

Surat: તાપી નદીમાં નાહવા પડેલા 8 વર્ષીય બાળકનું ડૂબી જતા મોત

Follow us on

Surat : કતારગામ લંકા વિજય ઓવારાની બાજુમાં તાપી નદીમાં ન્હાવા પડેલા ત્રણ ભાઈ બહેનો પૈકી એક 8 વર્ષીય બાળકનું પાણીમાં ડૂબી જતા મોત થયું છે. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ કતારગામ લંકાવિજય હનુમાન મંદિર પાસે રહેતા મુકેશભાઈ રાઠોડ ભેસોના તબેલામાં ઢોર રખેવાળ તરીકે કામ કરે છે. ગતરોજ રાબેતા મુજબ મુકેશભાઈ ઢોર ચરાવવા માટે વારીગૃહની પાછળ તાપી નદીના કિનારે ગયા હતા આ દરમ્યાન તેઓના ત્રણ સંતાનો 8 વર્ષીય મેહુલ, પાંચ વર્ષીય અનમોલ અને 12 વર્ષીય પુત્રી મનીષા પણ સાથે આવી હતી.

આ દરમ્યાન પિતા ઢોર નવડાવવા વ્યસ્ત હતા તે દરમ્યાન મોટી બહેન તેમજ તેના બે ભાઈઓ તાપી નદીમાં નાહવા પડ્યા હતા જેમાં મોટી બહેન અને 5 વર્ષીય ભાઈ બહાર નીકળી આવ્યા હતા પરંતુ 8 વર્ષીય મેહુલ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ 8 વર્ષીય પુત્રનો પતો ન લાગતા પિતા મુકેશભાઈએ બનાવની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે નદીમાં શોધખોળ કરતા 8 વર્ષીય મેહુલનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું.

શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?
યામી ગૌતમ બોલિવૂડમાં કેમ આવી? ખુદ જણાવ્યું કારણ
વિરાટ-ધોની ભાઈ-ભાઈ... જુઓ દોસ્તીના આ ખાસ ફોટા
Jioનો સૌથી સસ્તો પ્લાન, મળશે 336 દિવસની વેલિડિટીમાં ઘણું બધુ

અગાઉ  સુરતમાં મક્કાઈ પુલ પરથી તાપી નદીમાં ઝંપલાવીને યુવતીએ આપઘાત કરી લીધો હતો. જ્યારે નદીમાં કૂદવા જઈ રહેલી તેની માતાને લોકોએ બચાવી લીધી છે. માતા-પુત્રી બંને એકસાથે જ આપઘાત કરવા માટે મક્કાઈ પુલ પર પહોંચ્યા હતા.  આ દરમિયાન કેટલાક લોકોની નજર તેમના પર પડી હતી. લોકોએ દોડીને મહિલાને બચાવી લીધી હતી. પરંતુ યુવતીને નહોતા બચાવી શક્યા.

આ પણ વાંચો  : તાપી નદીમાં ઝંપલાવીને યુવતીનો આપઘાત, નદીમાં કૂદવા જઈ રહેલી તેની માતાને લોકોએ બચાવી

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને યુવતીની શોધખોળ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરતા નાવડી ઓવારા પાસેથી યુવતી મળી આવી હતી. તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે એચએએલ નાહવા પડેલા બાળકોમાં એક બાળકનું મોત નીપજયું છે. ખાસ કરીને આ મોતને કારણે પરિવારમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:59 pm, Mon, 26 June 23