Surat: વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં હાથમાં ફોન લઈને ઘરમાં રમી રહેલી બાળકીને દોરી પર સૂકવવા માટે મુકેલો ગમછાનો ફાંસો લાગી જતા મોતને ભેટી છે. દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
વાલીઓ પોતાના બાળકોને ઘરમાં રમતા મુકીને પોતાના કામમાં વ્યસ્ત થઇ જતા હોય છે ત્યારે વાલીઓ માટે સુરતમાં એક લાલબતી સામન કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા મનોજ કુમાર જૈના મૂળ ઓરિસ્સાના વતની છે મનોજ જૈના લુમ્સના કારખાનામાં કામ કરે છે. તેમને સંતાનમાં 5 વર્ષની દિકરી એસ્પીતા હતી.
ગત 21મીના રોજ તેઓ કામ અર્થે બહાર ગયા હતા અને તેઓની પત્ની ઘરમાં રસોઈ કરી રહી હતી આ દરમ્યાન તેઓની 5 વર્ષીય દીકરી ઘરમાં રમી રહી હતી તે દરમ્યાન બારી પાસે બાંધેલી દોરી પર ગમછો સુકવવા નાંખેલો હતો. રમતા રમતા કોઈક રીતે તેણે ગમછો ગળામાં લપેટી લીધો હતો અને પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો.
દીકરી બેભાન થઇ જતા પરિવારજનો તેણીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ત્રણ ખાનગી હોસ્પિટલ બાદ બાળકીનું મોત થયું હતું. આ મામલે અમરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે આ પ્રકારની ઘટના વાલીઓ માટે લાલબતી સમાન છે. ઘરમાં બાળકોને રમતા મૂકીને કામમાં વ્યસ્ત થઇ જતા વાલીઓએ આ પ્રકારની ઘટનાઓ પરથી પોતાના બાળકોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બન્યું છે.
આવી જ ઘટના સુરતમાં બની હતી જેમાં ઘરઆંગણે ભરાયેલા પાણીમાં ડૂબવાથી બાળકીનું મોત થયું છે. ઘરઆંગણે પાણીમાં રમતી 3 વર્ષીય બાળકીનું પાણીમાં ડૂબતાં આ ઘટના બની છે. જે ઘટનામાં મોત થયું છે. મહુવાના તરસાડી ખાતે આ ઘટના બની છે. પાણીમાં રમતા રમતા બાળકી પડી જતા મોત થયુ છે. બાળકીને ગંભીર હાલતમાં બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયી હતી. ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરતા પરિવાર આક્રંદ કરતું જોવા મળ્યું.
આ પણ વાંચો : અમદાવાદમાં 13 વર્ષીય કિશોર અને સુરતમાં 3 વર્ષીય બાળકીનું પાણીમાં ડૂબવાથી થયું મોત, જુઓ Video
આવી ઘટનાઓને લઈ બાળકોના વાલીઓને ચેતવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ઘરમાં રમતા બાળકો પર સતત ધ્યાન રાખવુ. જો બાળક નાનું હોય તો તેનું ધ્યાન રાખવા ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ હજાર જરૂર હોવું જોઈએ. જેથી કરી આવા અકસમતોની ગતના નહિ બને.