Surat: શહેરના ઉધના મેઇન રોડ ઉપર 28 લાખની લૂંટનો બનાવ, બાઈક ઉપર આવેલા ત્રણ ઈસમો લૂંટ કરી ફરાર

|

Jun 29, 2022 | 7:02 PM

સુરત શહેરની અંદર ફરી એક વખત ચોર ટોળકી અને લૂંટ કરતા ઇસમો ફરી સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ઉધના વિસ્તાર મેઈન રોડ ઉપર એક મની ટ્રાન્સફર કંપનીના કર્મચારીને ભર બપોરે બાઈક ઉપર આવેલા ત્રણ ઈસમો અંદાજિત 28 લાખની લૂંટ કરી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે.

Surat: શહેરના ઉધના મેઇન રોડ ઉપર 28 લાખની લૂંટનો બનાવ, બાઈક ઉપર આવેલા ત્રણ ઈસમો લૂંટ કરી ફરાર
Surat 28 lakh robbery on Udhana Main Road

Follow us on

Surat: સુરત શહેરની અંદર ફરી એક વખત ચોર ટોળકી અને લૂંટ (Robbery) કરતા ઇસમો ફરી સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ઉધના વિસ્તાર મેઈન રોડ ઉપર એક મની ટ્રાન્સફર કંપનીના કર્મચારીને ભર બપોરે બાઈક ઉપર આવેલા ત્રણ ઈસમો અંદાજિત 28 લાખની લૂંટ કરી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે. સુરત શહેર રાજ્યના આર્થિક રીતે મહત્વના શહેર તરીકે ઓળખાય છે સુરત શહેરમાં નાના-મોટા વેપારીઓ આવેલા છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રી વિસ્તાર અને જે વિસ્તારની અંદર રોકડ રૂપિયાની હેરાફેરી થતી હોય છે ત્યાં તસ્કરો અને લૂંટ કરતી ગેંગ તે વિસ્તારની અંદર બેંક કોઈ મોટી સંસ્થા અથવા તો રૂપિયા ટ્રાન્સફર કરતી ઓફિસને રેકી કરતા હોય છે.

ત્યારબાદ તેને ટાર્ગેટ કરી મોકો મળતાની સાથે દિવસ હોય કે રાત રોકડ રૂપિયા અથવા તો કીમતી વસ્તુની લૂંટ કરી ફરાર થઈ જતા હોય છે. આવી જ ઘટના સુરતના ઉધના ત્રણ રસ્તા મેઇન રોડ નજીક એક મની ટ્રાન્સફરનું કામ કરીત કંપનીના વૃદ્ધ કર્મચારી રોકડા રૂપિયા 28 લાખ લઈને જતા હતા તે દરમિયાન આ લૂંટ થઈ હતી. પહેલેથી રેકી કરી હોય તેમ એક બાઈક ઉપર ત્રણ અજાણા ઈસ્સોમાં આવી અને વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા ભરેલી બેગ જુંટવીને ફરાર થઈ ગયા હતા. આખી ઘટના સીસીટીમાં કેદ થઈ ગઈ હતી. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક બાજુ પેટ્રોલ પંપ બીજી બાજુ મેઈનરોડ જ્યાં રોંગ સાઈડમાં બાઈક ઉપર આવી અને ત્રણ જેટલા હિસ્સામાં લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આમ ઉધના વિસ્તારમાં થયેલ લૂટંનો મેસેજ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઈમ બ્રાન્ચ એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાને લઈ એસીપી, ડીસીપી, જેસીપી સહિતાના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. સાથે જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને સમગ્ર ઘટના કઇ રીતે બની તે બાબતે તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નજીકમાં લાગેલા સીસીટીવીમાંથી ઘટના કેદ થઈ હતી જેના આધારે હાલમાં અલગ અલગ ટીમો બનાવી અને લૂંટ કરતી ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Next Article