સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાત: ધોરણ 10ની છાત્રાએ સ્યુસાઇડ નોટમાં લખી હચમચાવી દે એવી વાત

|

Dec 26, 2021 | 11:28 AM

સુરત શહેરમાં બે અલગ-અલગ બનાવોમાં બે વિદ્યાર્થિનીઓના આપઘાતની ઘટનાઓ સામે આવી છે. બંને વિદ્યાર્થીનીઓએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું.

સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાત: ધોરણ 10ની છાત્રાએ સ્યુસાઇડ નોટમાં લખી હચમચાવી દે એવી વાત
Suicide of 2 female students in different incidents in the Surat city

Follow us on

Surat: સુરત શહેરમાં અલગ-અલગ બનાવમાં 2 વિદ્યાર્થિનીના (Students) આપઘાતની (Suicide) ઘટના સામે આવી છે. એક ઘટનામાં મારી પાછળ રડતાં નહીં’ લખી રાંદેરની ધોરણ 10ની છાત્રાએ ફાંસો ખાધો છે. તો બીજી તરફ પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાથી ચકચાર મચી ગયો છે. જણાવી દઈએ કે બંને વિદ્યાર્થિનીઓ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે.

શહેરમાં બે અલગ-અલગ આપઘાતની ચોનાવાનારી ઘટના બની છે. આ બનાવોમાં બે વિદ્યાર્થિનીઓએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. એક બાળકી ધોરણ 10 માં અભ્યાસ કરે છે. તો અન્ય બાળકી ધોરણ 9 માં અભ્યાસ કરે છે. ધોરણ 10 ની બાળકીની ઘટનામાં પ્રાથમિક માહિતી રહસ્યમય સંજોગોમાં મોત વ્હાલું કર્યું છે. ત્યારે ધોરણ 9 ની બાળકીએ માતાએ રસોઈની બાબતમાં ઠપકો આપતા આપઘાત કર્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

‘મારી પાછળ રડતા નહિ’

પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતો પરિવાર મજૂરી કરી 15 વર્ષીય બાળકીનું ભરણપોષણ કરતા હતા. આ વિદ્યાર્થીની ધો.10માં અભ્યાસ કરતી હતી. પતિ પત્ની બંને મજૂરી કામ કરતા હોવાનું માલુમ પડ્યું છે. ત્યારે આ ઘટના શુક્રવારે ઘટી હતી. શુક્રવારે દંપતી કામ પર ગયા હતા. ત્યારે 10 વર્ષની દીકરીએ મોત વ્હાલું કર્યું. મળેલી સ્યુસાઇડ નોટમાં 15 વર્ષીય બાળકીએ લખું હતું કે ‘મારી પાછળ રડતા નહિ’. સાથે એમ પણ લખ્યું હતું કે ‘મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મેં મુકેલો મારો આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો’. આવી સ્યુસાઇડ નોટ લખી સાંજે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

સાંજે કામ પરથી જ્યારે દંપતિ ઘરે આવે છે ત્યારે ઘટનાની જાણ થતા પગ નીચેથી જમીન સરકી જાય છે. આ બાદ તેમણે રાંદેર પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી. તો પુત્રીના આપઘાતના સમાચારથી તેના પિતા ડિપ્રેશનમાં ચાલ્યા ગયા છે. આ ઘટના બાદ પિતાને રાંદેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

માતાએ ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું

શહેરમાં અન્ય એક ઘટનામાં 15 વર્ષીય દીકરી કે જે ધોરણ 9 માં અભ્યાસ કરે છે તેણે પણ આપઘાત કર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગયો છે. આ ઘટનામાં માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દંપતી મૂળ યુપીનો છે. ત્યારે આ દંપતીની દીકરી ધોરણ 9 માં અભ્યાસ કરે છે. રસોઈ શીખવા માટે માતાએ ઠપકો આપ્યો હોવા બાદ દીકરીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આવેશમાં આવીને 15 વર્ષીય દીકરીએ પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. તેના પિતાએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: આજે GPSC વર્ગ 1 અને 2ની પ્રિલિમિનરી પરીક્ષા, 183 જગ્યાઓ માટે 2 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે

આ પણ વાંચો: Farmers Protest: ખેડૂતો આંદોલનને કારણે ઘણી ટ્રેનો કરવામાં આવી રદ, આ રહ્યું લિસ્ટ

Published On - 10:59 am, Sun, 26 December 21

Next Article