Surat: પોલીસનું સજેશન બોક્સ કામ લાગ્યું, સિનિયર સિટિઝને બોક્સમાં લેટર મૂકતાં પોલીસે આરોપી કોન્સ્ટેબલને ઝડપી લીધો

|

Apr 07, 2022 | 10:38 AM

સિનિયર સિટિઝન (Senior Citizen) એ ઈજજત જવાના ડરે ફરિયાદ નોંધવાના બદલે સજેશન બોક્સમાં પત્ર મૂકીને પોલીસ પાસે મદદ માંગી હતી. દરમિયાન મહિલાની મદદથી આધેડ પાસેથી પાંચ લાખનો તોડ કરવાનો કારસો કરનાર ગેંગમાંથી એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

Surat: પોલીસનું સજેશન બોક્સ કામ લાગ્યું, સિનિયર સિટિઝને બોક્સમાં લેટર મૂકતાં પોલીસે આરોપી કોન્સ્ટેબલને ઝડપી લીધો
Symbolic image

Follow us on

સુરત (Surat)  કમિશ્નર અજય તોમરનું સજેશન બોકસ (Suggestion box) આખરે સફળ નીવડયું છે.તેમાં જોગર્સ પાર્કમાં સિનિયર સિટિઝન દ્વારા ઉમરા પીઆઈને મદદ કરવા માટે કાલાવાલા કરતાં લખવામાં આવેલો પત્ર સજેશન બોકસમાંથી ખુલતા જ પીઆઈ રાજપુતે તેમના પોલીસ (police) બેડામાં છુપાયેલા મહાચીટર પોલીસ કેન્સ્ટેબલ (constable) અને હનીટ્રેપ (Honeytrap) ગેંગનો ભાંડો ફોડયો હતો.ઈજજત જવાના ડરથી પોલીસ ફરિયાદ લખાવા માટે તૈયાર નહીં થનાર આધેડ કાપડ દલાલને પોલીસ સમજાવટથી પોલીસ ફરિયાદ લખાવી હતી હનીટ્રેપ ગેંગનો મુખ્ય ગેંગ લીડર પોલીસનો જવાન જયેશ લાડ આહીર નામનો પોલીસ કેન્સ્ટેબલ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સિનિયર સિટિઝન (Senior Citizen) એ ઈજજત જવાના ડરે ફરિયાદ નોંધવાના બદલે સજેશન બોક્પોસમાં પત્ર મૂકીને પોલીસ પાસે મદદ માંગી હતી. દરમિયાન મહિલાની મદદથી આધેડ પાસેથી પાંચ લાખનો તોડ કરવાનો કારસો કરનાર ગેંગમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

શહેરના અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા કાપડ દલાલ રાકેશ પર અઠવાડીયા અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે ગામડે સાડીનો ધંધો કરવો છે અને તમાર હસ્તક બજારમાંથી સાડી ખરીદવી છે એમ કહી બે દિવસ બાદ ઘોડદોડ રોડ સ્થિત કોટક મહિન્દ્રા બેંકની બાજુની ગલીમાં આવેલા પૂજા એપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યો હતો. જેથી રાકેશ એપાર્ટમેન્ટના પહેલા માળે ગયો હતો જયાં એક મહિલાએ તમને જે ભાઇએ બોલાવ્યા છે તે આવે છે એમ કહી પીવા માટે પાણી આપ્યું હતું અને મહિલા તેમની બાજુમાં બેસી ગઇ હતી. આ અરસામાં જ એક ખાખી વર્દીધારી સહિત ત્રણ જણા અચાનક ફ્લેટમાં ઘુસી ગયા હતા. ત્રણ પૈકી વર્દીધારીની કે.એ પરમારની નેમ પ્લેટ હતી.જયારે બીજાએ પોતાનું નામ રોહિત પટેલ અને ત્રીજાએ કનકસિંહ નામ કહ્યું હતું.

આ ત્રણેયે રાકેશને કયાંથી આવો છો, આવા ધંધા કેમ કરો છો, મહિલા સાથે શું કરો છો એમ કહી રોહિતે એક તમાચો મારી દીધો હતો. ત્યાર બાદ ઉમરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ રસીક પટેલ સાથે ફોન પર વાત કરાવી હતી. પીએસઆઇ તરીકેની ઓળખ આપનારે ડોહા આ બધા ધંધા મુકી દે અને પાંચ લાખ રૂપિયા આપી તું છુટો થઇ જા. જો કે રાકેશે આટલી મોટી રકમ નહીં થશે એમ કહી આજીજી કરતા પ્રથમ 3 લાખ અને ત્યાર બાદ 2 લાખ રૂપિયા આપવા જ પડશે એમ કહી ખિસ્સામાંથી રોકડા 10 હજાર લઇ લીધા હતા. રાકેશ નવસારી બજાર ખાતે મિત્રને ત્યાંથી રૂપિયા અપાવશે એમ કહી રોહિત પટેલને ત્યાં લઇ ગયા બાદ સાંજે રૂપિયાની વ્યવસ્થા થશે એમ કહ્યું હતું. જેથી રોહિતે સાંજે કોલ કરીશ એમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આ ઘટનામાં પોલીસે રોહિત પટેલ નામ ધારણ કરી તમાચો મારનાર જીગ્નેશ હસમુખ જીયાવીયા ની ધરપકડ કરી છે.ગુનાખોરી અટકાવવા લોકોનો અભિપ્રાય જાણવા માટે સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ રૂપે બગીચા, વોક-વે સહિતના જાહેર સ્થળો પર સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે. જે અંતર્ગત ગત રોજ ઘોડદોડ રોડના જોગર્સ પાર્ક ઉપર મુકવામાં આવેલું સજેશન બોક્સ ખોલતા તેમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે પી.આઇ સાહેબ મારી સાથે ખોટું થઇ રહેલ છે, મને કપડાના ધંધાના કામથી બોલાવી એક મહિલા ઘરમાં હતી અને પાછળથી એક પોલીસવાળા જમાદાર અને બીજા બે માણસો આવી મને ધમકાવી, લાફો મારી પૈસાની માંગણી કરી છે. મને ઇજ્જતની બીક છે અને મને મદદ કરો અને નીચે મોબાઇલ નંબર લખ્યો હતો. આ બાબતને પી.આઇ એ.એચ. રાજપૂતે ગંભીરતાથી લઇ કાપડ દલાલ રાકેશનો સંર્પક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કાપડ દલાલ રાકેશને હનીટ્રેપમાં ફસાવી ખંડણી માંગનાર ટોળકીનો માસ્ટર માઇન્ડ વર્દીધારી હે.કો. જયેશ લાઘુભાઇ આહીર અને જીગ્નેશ જીયાવીયા માસ્ટર માઇન્ડ છે. હે. કો. જયેશ વિરૂધ્ધ અંદાજે 7 થી વધુ ગુના હનીટ્રેપના નોંધાયા છે. વારંવાર વર્દીને કલંકિત કરનાર જયેશ વિરૂધ્ધ ગુનો નોંધાય એટલે તેને માત્ર સસ્પેન્ડ કરી ઉચ્ચ અધિકારીઓ સંતોષ માની રહ્યા છે. તેવા સંજોગોમાં સહપોલીસ કર્મીઓ દ્વારા જ જયેશને ડીસમીસ કરી એક દાખલા રૂપ શિક્ષાત્મક પગલા લે તેવો ગણગણાટ શરૂ થયો છે. બીજી તરફ જયેશે જીગ્નેશ સાથે મળી અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવી ખંખેર્યા હોવાનું ચર્ચાય રહ્યું છે. જેથી જયેશ ઝડપાયા બાદ બંનેને સામ-સામે બેસાડીને ઇન્ટોરેગેશન કરે તો અનેક કિસ્સા બહાર આવે તેવી શકયતા છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પણ ફરી વધારો ઝીંકાયો, અદાણીએ 2 રૂપિયાનો વધારો ઝીંકતા ભાવ રૂ. 81.59 થઈ ગયો

આ પણ વાંચોઃ Surat : બગડતી જીવનશૈલીના કારણે યુવાનોમાં વધી રહી છે ઘૂંટણની સમસ્યા, સિવિલમાં રોજના સરેરાશ 20 દર્દી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article