Surat : કેમેરાની મદદથી રખડતા ઢોર પર રખાશે નજર, હવેથી ઢોર સીધા જપ્ત કરી લેવાશે

|

Jan 17, 2023 | 12:36 PM

Rajkot News : હવે રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની 8 મહાનગરપાલિકા તથા 156 નગરપાલિકામાં આખલાઓનું રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સુરતમાં રખડતા ઢોર સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે

Surat : કેમેરાની મદદથી રખડતા ઢોર પર રખાશે નજર, હવેથી ઢોર સીધા જપ્ત કરી લેવાશે
રખડતા ઢોર પકડવા મનપા એક્શનમાં

Follow us on

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો આતંક ખૂબ જ વધી ગયો છે. ઘણા લોકો રખડતા ઢોરના કારણે મોતને ભેટ્યા છે. ત્યારે હવે રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની 8 મહાનગરપાલિકા તથા 156 નગરપાલિકામાં આખલાઓનું રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સુરતમાં રખડતા ઢોર સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે, રખડતા ઢોરને પકડતા સુરત મનપા કેમેરાની મદદ લેશે. આજથી કુલ 24 ટીમ શહેરભરમાં કાર્યવાહી હાથ ધરશે. તો સાથે જ હવેથી ઢોર માલિકોને હવે દંડ નહીં કરવામાં આવે, પરંતુ સીધા તેમના ઢોર જ જપ્ત કરી લઇને કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના 63 સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં 10 દિવસ પછી રિવ્યૂ મીટિંગ પણ કરાશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાજ્યમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ

મહત્વનું છે કે ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે બાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી છે.

આ પણ વાંચો- Surendranagar: 20 જાન્યુઆરીથી મૂળીમાં સ્વામિનારાયણ મંદિરનો દ્વીશતાબ્દી મહોત્સવ, 500થી વધુ NRI આપશે હાજરી

જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી શરૂ કરાશે ખસીકરણ

ગુજરાતની વાત કરવામાં આવે તો 50 હજાર આખલાઓના ખસીકરણ માટે 50 લાખ રુપિયાનો નિભાવ ખર્ચ આવી શકે છે. ત્યારે સરકારની સાથે સ્થાનિક સંસ્થાઓ,NGOની મદદથી પ્રોજેક્ટ શરુ કરવાની સરકારની વિચારસરણી ચાલી રહી છે. મોરબી અને કચ્છ એમ બે સ્થળે પાયલટ પ્રોજેક્ટ શરુ કરવા પર વિચાર થઇ રહ્યો છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહની અંદર પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી શકે છે. જેમાં આખલાઓનું ખસીકરણ કર્યા બાદ તેમને નજીકની ગૌશાળામાં મુકવામાં આવશે અને ગૌશાળાનો નિભાવ ખર્ચ સરકાર આપશે.

આ પણ વાંચો-રાષ્ટ્રીય કાર્યકારિણીના બીજા દિવસે ગુજરાતની ઐતિહાસિક જીત અંગે રિપોર્ટ રજૂ કરાશે, જીત પાછળના કારણો જણાવાશે

Next Article