વિશ્વ મેલેરિયા(Malaria ) દિવસ એટલે કે તા.25મી એપ્રિલે સુરત(Surat ) શહેરને આગામી ત્રણ વર્ષમાં મેલેરિયામુક્ત બનાવવાનાં અભિયાનને(Campaign ) વધુ સઘન કરવાનો નિર્ધાર મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં સુરત શહેરમાં મેલેરિયાનાં કેસો સતત ઘટી રહ્યાં છે અને વર્ષ 2025 સુધીમાં ઝીરો લોકલ ટ્રાન્સમિશન કરવાનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે. વિશ્વમાંથી મેલેરિયાને નેસ્તનાબુદ કરવાનું અભિયાન છેડવામાં આવ્યું છે અને વર્ષ 2020 સુધીમાં આ લક્ષ્યાંક પાર પાડવાનું વિશ્વસ્તરે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં વર્ષ 2025 સુધીમાં મેલેરિયાને હાંકી કાઢવા રાજ્ય સરકારે ઝુંબેશ ઉપાડી છે.
આમ તો, વર્ષ 2022 સુધીમાં જ મેલેરિયાને નાબુદ કરવાનું એટલે કે ઝીરો લોકલ ટ્રાન્સમિશન કરવાનું લક્ષ્યાંક હતું. પરંતુ કોરોનાનો વાવર ચાલતાં મેલેરિયા સામેની ઝુંબેશ નબળી પડી ગઇ હતી. હવે જયારે કોરોના નિયંત્રણમાં આવી ગયો છે ત્યારે સુરત મહાનગર પાલિકાએ ફરી મેલેરિયા સામે ઝુંબેશ હાથ ધરી છે.
શહેરની 1 હજારથી વધુ હોસ્પિટલો અને 200 થી વધારે પેથોલોજિકલ લેબોરેટરી દ્વારા મેલેરિયાનાં પોઝિટિવ કેસોની વિગતો મોકલવામાં આવે છે તે સંદર્ભે દર્દીને ઘરે જઇને પણ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાનું મહાનગર પાલિકાનાં અધિકારીએ જણાવ્યું હતું. મેલેરિયાનાં પોઝિટિવ દર્દીની વિગતો નહીં આપનાર હોસ્પિટલ અને લેબોરેટરીના સંચાલક સામે પગલાં લેવામાં આવતાં હોવાનું ફાઇલેરિયા વિભાગનાં ડૉ.વૈષ્ણવે કહ્યું હતું. સુરત શહેરમાં હોસ્પિટલો, બાંધકામની સાઇટ સહિત જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા હોય તેવા સ્થળોનાં માલિકોને નોટિસ ફટકારવા તેમજ તેમની પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
પાંચ વર્ષમાં કેસોમાં સતત ઘટાડો મેલેરિયાનાં કેસો
આમ, હવે જયારે કોરોનાના કેસો કાબુમાં આવ્યા છે. ત્યારે હવે મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગનો પ્રયત્ન મેલેરિયા પર સંપૂર્ણ કાબુ મેળવવાનો છે. જેના માટે કોર્પોરેશને કામગીરી સઘન બનાવી છે. આવનારી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને મચ્છરજન્ય રોગો પર કાબુ કેવી રીતે મેળવી શકાય તે માટે પણ રોડમેપ નક્કી કરવામાં આવનાર છે.
આ પણ વાંચો :
Surat માં ગ્લોબલ પાટીદાર સમિટ યોજાશે , પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવશે
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ ફરીથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરાઇ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો