RSS ના સરસંઘચાલક મોહન ભાગવત ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે, સુરત રેલ્વે સ્ટેશને સ્વાગત કરાયું

|

Sep 28, 2021 | 8:47 AM

સંઘનાવડા મોહન ભાગવત ગુજરાતની ત્રણ દિવસ મુલાકાતે આવી પહોંચ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કરાયું. તેઓ સુરતમાં બે દિવસ રોકાણ કરવાના છે.

ગુજરાત (Gujarat) સરકારમાં ફેરફાર બાદ સંઘના(RSS)વડા મોહન ભાગવત(Mohan Bhagwat)ગુજરાતની ત્રણ દિવસ મુલાકાતે આવી પહોંચ્યા છે. સુરત(Surat)રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કરાયું. તેઓ સુરતમાં બે દિવસ રોકાણ કરવાના છે. તેમના કાર્યક્રમ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરાઈ.

પરંતુ શહેર ભાજપના આગેવાનો મોહન ભાગવતની મુલાકાત લઈ શકે છે,, તેવી જાણકારી મળી છે..મહત્વનું છે કે ગુજરાતની રાજનીતિમાં થયેલા ફેરફાર બાદ આ ભાગવતની મુલાકાત મહત્વની સાબિત થઇ શકે છે. તમને જણાવી દઈએ કે ગુજરાતને રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે.

ગુજરાત પર ભાજપ અને RSSની પકડ અને ઈતિહાસ લાંબો રહ્યો છે. તેમજ ગુજરાતમાં રાજકીય પ્રયોગો પણ ખૂબ જોવા મળ્યા છે.

ગુજરાત ભાજપ માટે  રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે. ગુજરાત પર ભાજપ અને RSS ની પકડ અને ઈતિહાસ લાંબો રહ્યો છે. આવામાં તાજેતરમાં જ ગુજરાતની રાજનીતિમાં જોવા મળેલો મોટો ફેરફાર નિષ્ણાતોના માટે એક નવો પ્રયોગ છે.

નો રિપીટ થિયરીના પ્રયોગ માટે ભાજપે ગુજરાતને  પસંદ કર્યું છે. આવામાં મુખ્યમંત્રી પદેથી  રાજીનામાં બાદ તાજેતરમાં વિજય રૂપાણીએ પણ રાજકોટ સંઘ કાર્યાલયની મુલાકાત લીધી હતી. જેને લઈને પણ ખુબ અટકળો ચાલી હતી.

રાજકોટ સંઘ કાર્યાલય પર વિજય રુપાણીએ ભૈયાજી જોશી સાથે બેઠક કરી હતી.તેમજ ગાંધીનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ  નજીકમાં છે  એવામાં જોવું રહ્યું કે મોહન ભાગવતની આ ગુજરાત મુલાકાત ગુજરાતની વર્તમાન રાજનીતિને કેટલી અસર કરે છે.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં પકડાયેલા હોટલ માલિકની રાતભર પૂછતાછ કરાઇ, આરોપીઓના લોકેશન શોધવાની કવાયત

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ ,ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરાશે

Next Video