તમે ક્યારેય જવારામાંથી બનાવેલ જવેલરી(Jewlry) પહેરી છે.જો ના પહેરી હોય તો સુરતમાં(Surat) વનિતા વિશ્રામ ખાતે યોજાયેલા હુનર હાટમાં(Hunar Haat) તમે આ પ્રકાર ની જવેલરી જોઈ પણ શકો છો અને પહેરી પણ શકો છો.વનીતા વિશ્રામ ખાતે હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે હુનર હાટ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં 30 રાજ્યોના 300 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે.કલકત્તા થી આવેલ એક મહિલા કલાકાર દ્વારા જવારા (છોલ્યા વગર ના ચોખા) માંથી જવેલરી બનાવવામાં આવી છે.
સરકાર દ્વારા દેશના અલગ-અલગ રાજ્યોમાં વસતા અલગ અલગ કળા ના હસ્તકલાના કારીગરોને એક જ જગ્યાએ પોતાની કલા પ્રદર્શિત કરવાનું સ્ટેજ મળી રહે તે માટે યોજાવામાં આવે છે.જેમાં કોલકાતાથી આવેલ પુતુલ મિત્રા પણ પોતાની આગવી કળા સાથે આ પ્રદર્શન માં ભાગ લીધો છે.પુતુલએ જવારા માંથી અલગ પ્રકાર ની જવેલેરી બનાવી છે.જે હાલ મહિલાઓમાં આકર્ષણ નું કેન્દ્ર બની બની છે.
સ્ટેટ એવોર્ડ વિજેતા પુતુલ એ કહ્યું કે છેલ્લા ૨૧ વર્ષથી હું આ જ્વેલરી બનાવું છું .સૌપ્રથમ તેમણે ધાન(જવારા)માંથી રાખડી બનાવી હતી. તેમાં સફળતા મળતાં મેં જ્વેલરી બનાવવાનું વિચાર્યું .પરંતુ મને તેનો કોઈ અનુભવ ન હતો .તેથી જ્વેલરી બનાવવાની શરૂઆત કરતા મને એક વર્ષ લાગ્યું હતું.પહેલા મેં બ્રેસલેટ અને બુટ્ટી બનાવવાની શરૂઆત કરી હતી.
ત્યારબાદ ધીરેધીરે મેં અલગ અલગ ટાઈપ ના સેટ, દુલ્હન સેટ વગેરે બનાવવાની શરૂઆત કરી અને તેમાં મને સફળતા મળી.આજે હું જવારા માંથી સેટ,નેકલેસ,ચોકર,બિંદી ,બ્રાઇડલ માટે ની જરૂર મુજબ બધું જ હું બનાવી લઉં છું.આ જવેલેરી 100 રૂપિયા થી લઈને 2000 સુધી માં મળે છે.
સુરતમાં આયોજિત 34મા “હુનર હાટ”માં આસામ, બિહાર, આંધ્રપ્રદેશ, ગુજરાત, લદાખ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, નાગાલેન્ડ, મેઘાલય, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મણિપુર, ગોવા, પુડ્ડુચેરી, છત્તીસગઢ, તેલંગણા, ચંડીગઢ, હરિયાણા સહિત 30થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 600થી વધુ કારીગરો, હસ્તકલા કારીગરો, શિલ્પકાર સામેલ છે.
આ કલાકારો પોતાની સાથે હસ્તનિર્મિત શાનદાર તેમજ દુર્લભ સ્વદેશી ઉત્પાદનો લઈને આવ્યા છે. જ્યારે “હુનર હાટ”ના રસોડામાં દેશના વિવિધ ક્ષેત્રોના પરંપરાગત પકવાન પણ ઉપલબ્ધ છે. આ “હુનર હાટ”માં 300 સ્ટોલ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદના સરખેજમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીની ધરપકડ, સરખેજ રોજા કમિટીએ કરી હતી ફરિયાદ
આ પણ વાંચો : કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગ પર સંકટના વાદળો, નીતિ બદલવા ગુજરાતના સીએમને પત્ર લખ્યો
Published On - 6:39 pm, Sat, 11 December 21