ગુજરાતમાં આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અનેકવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે તિરંગાને સલામી આપી હતી.
૭૪મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. pic.twitter.com/e9uGBbVQFG
— BJP Gujarat (@BJP4Gujarat) January 26, 2023
વડોદરાના કરજણમાં જિલ્લાકક્ષાના સમારોહમાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંબોધન કરતા હર્ષ સંઘવીએ ડ્ર્ગ્સ સામેના અભિયાનને પણ વધુ મજબૂત કરવા જણાવ્યુ હતુ. વડોદરાના કરજણમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં કહ્યું કે છેલ્લા ત્રણથી ચાર મહિનામાં ગુજરાત પોલીસે 9 હજાર 6 કરોડથી વધુ રૂપિયાનું ડ્રગ્સ પકડયું છે. પોલીસે માત્ર ગુજરાતની ધરતી પરથી નહિં પરંતુ દેશભરના અનેક ક્ષેત્રોમાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે.નશાખોરીમાંથી દેશના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું કામ પોલીસે કર્યું છે. વધુમાં કહ્યું, ભારત અને પાકિસ્તાનની બોર્ડર પરથી ગોળીઓનો સામનો કરીને ડ્રગ્સ પકડવાનું કામ કર્યું છે.
તો સુરતમાં નાણા પ્રધાન કનુ દેસાઇના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જ્યારે બનાસકાંઠાના ડીસામાં ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી . તેમજ અમદાવાદના શાહીબાગમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તિરંગાને સલામી આપી હતી.
આઝાદીના અમૃતકાળમાં આજરોજ ૭૪ મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ ખાતેની ઉજવણીમાં ઉપસ્થિત રહીને આન-બાન-શાન થી ગગનમાં તિરંગો લહેરાવ્યો.
આ ક્ષણે અમદાવાદ જિલ્લાના કર્મીઓનુ પ્રશંસનીય કામગીરી કરવા બદલ બહુમાન કર્યું.#RepublicDay2023 pic.twitter.com/SpMl1CvFXk
— Rushikesh Patel (@Rushikeshmla) January 26, 2023
તો ગાંધીનગરના માણસામાં આયોજીત ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રધાન કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના ટ્વિટર ઉપર પોતાનો એક જૂનો ફોટો શેર કરીને નાગરિકોને પ્રજાસતાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આપ સૌને 74મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ. #HappyRepublicDay 🇮🇳 pic.twitter.com/NjxjwSKhNb
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) January 26, 2023
તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ધોરાજીમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગો ફરકાવ્યો હતો. તેમજ ટ્વિટ કરીને સંદેશો પણ પાઠ્વ્યો હતો.
Republic day greetings to everyone! Looking forward to joining the celebrations at Dhoraji, Rajkot shortly. pic.twitter.com/umQHpC4xzS
— Shankar Chaudhary (@ChaudhryShankar) January 26, 2023