ભારતીય રેલવે દ્વારા દેશભરના પ્રમુખ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશન ની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. દેશભરમાં 200થી વધુ રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. સુરત સ્ટેશન પણ તેમાંથી એક છે,
સુરત દેશના સૌથી વધુ ઝડપે વધતા શહેરો પૈકીનું એક છે અને આર્થિક ગતિવિધિઓની સાથે વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર પણ છે અને અહીં ચાલતા વેપાર ધંધાને કારણે રોજગારીના અવસરોને પ્રોત્સાહન મળ્યું છે. ત્યારે સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે.
ભારતીય રેલવે દ્વારા દેશભરના પ્રમુખ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલ્વે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. દેશભરમાં 200 થી વધુ રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. સુરત સ્ટેશન પણ તેમાંથી એક છે, જેને તૈયાર કરવામાં આવશે અને જે “નવા ભારતનું નવું રેલવે સ્ટેશન” બનવા માટે તૈયાર છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ સુરત સ્ટેશનનો પુનઃવિકાસ શરૂ થઈ ગયો છે અને તે ઝડપથી પ્રગતિ ઉપર છે. આ કામ સુરત ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (SITCO) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ભારતીય રેલવે અને ગુજરાત સરકાર વચ્ચે રચિત એક વિશેષ પ્રયોજન વાહન (SPV) છે.
ગુજરાત સરકારના 462 કરોડ રૂપિયાના હિસ્સા સહિત 1475 કરોડ રૂપિયાની અંદાજીત ખર્ચ થી આ સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા ચરણમાં 980 કરોડ રૂપિયાના કામ થશે, જેમાં રેલવેનો હિસ્સો 683 કરોડ રૂપિયા, જ્યારે ગુજરાત સરકારનો 297 કરોડ રૂપિયા છે. આને મે, 2027 સુધી પૂરો કરવાનો લક્ષ્ય છે.
સુમિત ઠાકુર એ પણ જણાવ્યું કે સુરત સ્ટેશનને એક મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) ના રૂપે વિકસીત કરવામાં આવી રહ્યું છે, જે રેલવે, જીએસઆરટીસી .સિટી બસ ટર્મિનલ સ્ટેશન, મેટ્રો વગેરે સાથે જોડાયેલું હશે જેથી વધારે કનેકટિવિટી મળી રહે, સુરત સ્ટેશનના વાસ્તુશિલ્પ પરિવેશને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવી રહ્યો છે જે એ સુનિશ્ચિત કરશે કે સમગ્ર સ્ટેશન સંકુલ આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર કેન્દ્રની જેમ દેખાય અને અનુભવાય.
અનુકૂળ બાહ્ય સ્વરૂપ, ફિનિશ, રંગ, સામગ્રી, બનાવટના માધ્યમથી એકિકૃત થીમ એની ભવ્યતામાં વધારો કરશે. આ પરિયોજનાના ફેઝ-1 હેઠળ કામ પહેલાથી જ શરૂ થઈ ચુક્યુ છે. પૂર્વ બાજુ રેલવે સ્ટેશન બિલ્ડીંગમાં ઈલેક્ટ્રીક કેબલ અને પાઈપલાઈન જેવી ઉપયોગિતાઓનું સ્થળાંતર કરવાનું કામ પ્રગતિ ઉપર છે.
આ સ્થળે 164 મીટર લાંબી અને 87 મીટર પ્હોળી બિલ્ડીંગ બનાવવામાં આવશે, જેને દોઢ વર્ષમાં પૂરી કરવાનું લક્ષ્ય છે. જીએસઆરટીસી સ્થળે બિલ્ડીંગના પાયા અને નાળું બદલવા માટે ખોદકામનું કામ પ્રગતિ ઉપર છે. પૂર્વ બાજુની બિલ્ડીંગ તૈયાર થઈ ગયા પછી પશ્ચિમ બાજુ આવેલા સ્ટેશનને ધ્વસ્ત કરી દેવામાં આવશે અને પશ્ચિમ બાજુની આવશ્યક કચેરીઓ અને પ્રતિષ્ઠાનોને નવી પૂર્વ બાજુની બિલ્ડીંગમાં સ્થળાંતરિત કરી દેવામાં આવશે.
Published On - 8:59 pm, Mon, 6 February 23