સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર ટીસીનુ કામ ગેરરિતી અટકાવવાનુ હોય છે, પરંતુ સુરત રેલેવે સ્ટેશનમા સ્થિતિ કંઈક જુદી જ છે. અહીં ટિકિટ વગરના મુસાફરો પાસેથી ટીસી ખુલ્લેઆમ ઉઘરાણી કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.પાંચ- પાંચ લાંચિયા ટીસી ઝડપાતા રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.આપને જણાવી દઈએ કે, રેલવેના ઈતિહાસમાં પેહલી વખત આ રીતે એક સાથે પાંચ ટીસી કટકી કરતા ઝડપાયા છે.જેમાં સંજીવ વર્મા, રજનીશ મિશ્રા, એસડી મૌર્ય, રોહિત અને અમિલ રાય કર્મીઓનો સમાવેશ થાય છે.
આ ટીસી સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરો પાસેથી મસમોટી રકમ લઈ લેતા હતા. જો વિગતે વાત કરીએ તો આ પાંચ ટીસી પાસેથી 3500, 2500, 2900 અને 4400 સુધીની રકમ મળી હતી. એટલે કે એક દિવસમાં આ કર્મીઓ રેલવે વિભાગને આર્થિક નુકસાન પહોંચાડી પોતાના ગજવાભરી રહ્યા હતા.હાલ આ રેલવે કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
થોડા દિવસો અગાઉ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વાર્ષિક કામગીરીના અહેવાલના આંકડા જાહેર કર્યા હતા. ત્યારે લાંચ તેવા સૌથી વધુ વર્ગ-3 ના કર્મચારીઓ ઝડપાયા હતા. જ્યારે વર્ગ-1 ના 9 અધિકારીઓ એસીબીની ટ્રેપમાં ઝડપાયા. વર્ગ-2 ના 30 કર્મચારીઓ જ્યારે વર્ગ-3 ના 114 કર્મચારીઓ એસીબીના હાથે ઝડપાયા . જ્યારે વર્ગ 4 ના 5 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા.
Published On - 9:25 am, Mon, 27 February 23