Rahul Gandhi Defamation Case: આજે આવી શકે છે રાહુલ ગાંધીની સજા પર ચુકાદો, સજા બાદ ગયું હતુ લોકસભાનુ સભ્યપદ

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત 23 માર્ચે સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ જજ આર.પી.મોગરાની કોર્ટમાં બંને પક્ષોની સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે.

Rahul Gandhi Defamation Case: આજે આવી શકે છે રાહુલ ગાંધીની સજા પર ચુકાદો, સજા બાદ ગયું હતુ લોકસભાનુ સભ્યપદ
RAHUL GANDHI
| Edited By: | Updated on: Apr 20, 2023 | 6:52 AM

સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા ફોજદારી માનહાનિ કેસમાં બે વર્ષની સજા કરવામાં આવી હતી. બે વર્ષની સજાના ચુકાદાને રાહુલ ગાંધીએ અપીલ કરીને પડકારી હતી. જેનો ચુકાદો આજે ગુરુવારે આવે તેવી શક્યતા છે. નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. આ ફરિયાદ 2019માં ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ નોંધાવી હતી.

રાહુલે સજા વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ, ગત 23 માર્ચે સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ જજ આર.પી.મોગરાની કોર્ટમાં બંને પક્ષોની સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે. આ કેસમાં નિર્ણય આવે ત્યાં સુધી રાહુલને જામીન મળી ગયા છે. ટ્રાયલ કોર્ટની સજા સામે અપીલ દરમિયાન રાહુલ ગાંધીના વકીલ આરએસ ચીમાએ કહ્યું હતું કે આખો કેસ ઈલેક્ટ્રોનિક પુરાવા પર આધારિત છે, ટીવી ચેનલ પર રાહુલનું નિવેદન જોયા બાદ 100 કિલોમીટર દૂર બેઠેલા વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

રાહુલના વકીલ ચીમાએ કહ્યું- કોર્ટનો નિર્ણય યોગ્ય નથી

તેમણે કહ્યું કે, આ કેસમાં નીચલી અદાલતે મહત્તમ સજા આપી, જે જરૂરી ન હતી. તેમણે એમ પણ કહ્યું કે નીચલી અદાલતની ન્યાયિક પ્રક્રિયા યોગ્ય રીતે થઈ નથી. કોર્ટનો નિર્ણય યોગ્ય જણાતો નથી. તે ખૂબ જ વિચિત્ર હતું, તેણે એમ પણ કહ્યું કે આ કેસમાં આરોપીને વધુમાં વધુ બે વર્ષની સજા થઈ છે. જો સજામાં એક દિવસનો પણ ઘટાડો કરવામાં આવ્યો હોત તો રાહુલની લોકસભાની સદસ્યતા છીનવાઈ શકી ના હોત, આ બાબત કોર્ટના સંજ્ઞાનમાં હતી.

પૂર્ણેશ મોદીના વકીલે આ આરોપ લગાવ્યો

બીજી તરફ, ફરિયાદી પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોલિયાએ તેમના જવાબમાં રાહુલ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો અને તેનું પુનરાવર્તન કરવાનો આરોપ લગાવ્યો. એવું કહેવાય છે કે સંસદમાં કાયદાઓ બને છે, પરંતુ રાહુલ પોતે તે સમય દરમિયાન સંસદ સભ્ય હોવા છતાં, નિયમો અને કાયદાઓનું પાલન કરતા નથી અથવા કાયદા સાથે રમે છે, તો તેનો ખોટો સંદેશ સામાન્ય જનતામાં જાય છે. આવા કિસ્સામાં, મોદી અટકનો ઉલ્લેખ કરીને રાહુલે લોકોને પૂછ્યું કે, બધા ચોરોની અટક મોદી શા માટે છે?

રાહુલે આ નિવેદન 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન આપ્યું હતું

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, કર્ણાટકના કોલારમાં, રાહુલ ગાંધીએ ચૂંટણી ભાષણમાં મોદીની અટકનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે, બધા ચોરોની અટક મોદી શા માટે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ફરિયાદી પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોલિયાએ કોર્ટને એમ પણ કહ્યું કે જે દિવસે ટ્રાયલ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો તે દિવસે રાહુલે કોર્ટની બહાર ભારે વિરોધ કર્યો, બાલિશ વર્તન દર્શાવ્યું અને કોર્ટમાં ઘમંડી વર્તન કર્યું. ટોલિયાએ કોર્ટને એ પણ કહ્યું હતું કે રાહુલે નીચલી કોર્ટમાં પોતાના બદનક્ષીભર્યા નિવેદનો બદલ માફી માંગવાનો ઇનકાર કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…