ગણેશજીના આગમનની તૈયારીઓ શરૂ : સુરતમાં ડાયમંડ બુર્સની થીમ પર બિરાજમાન થશે ગણપતિ બાપ્પા

|

Jul 18, 2022 | 9:43 AM

ડાયમંડ બુર્સની (Diamond Bourse ) ઓફિસનું આખું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે અને તેની ઉપર ગણપતિ બાપ્પા બિરાજમાન થયા હોય તે પ્રકારે મૂર્તિ બેસાડવામાં આવી છે. જેને પણ ડાયમંડનો શણગાર કરવામાં આવ્યો છે.

ગણેશજીના આગમનની તૈયારીઓ શરૂ : સુરતમાં ડાયમંડ બુર્સની થીમ પર બિરાજમાન થશે ગણપતિ બાપ્પા
Theme based Ganpati in Surat (File Image )

Follow us on

ગણપતિના (Ganesh ) આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના(Corona ) કારણે આ તહેવાર એકદમ ફિક્કો રહ્યો હતો. જોકે આ વખતે ગણપતિની ઊંચાઈ (Height ) પરના પ્રતિબંધો પણ સરકારે ઉઠાવી લેતા ગણેશ ભક્તોમાં ઉત્સાહ સાતમા આસમાને છે. ઓગસ્ટ મહિનામાં આવી રહેલા ગણપતિ ઉત્સવની તૈયારીઓ અત્યારથી જ સુરતમાં જોવા મળી રહી છે. મુંબઇ બાદ આ ઉત્સવ સૌથી વધારે ધૂમધામથી ઉજવાય તો તે સુરત શહેર છે. અને એટલા માટે જ મૂર્તિકારોએ નાની મોટી ગણેશજીની પ્રતિમાઓ ને ઓપ આપવાનું શરૂ કરી દીધી  છે . જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ થીમ બેઝ ગણપતિનું ચલણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે. આ વર્ષે સુરત શહેરને એક નવું નજરાણુ ડાયમંડ બુર્સ મળવા જઈ રહ્યું છે. જે ડાયમંડ સિટી સુરતની ઓળખને એક નવું રૂપ આપશે. ત્યારે આ વર્ષે ગણપતિ ઉત્સવમાં ડાયમંડ બુર્સ ની ઝાંખી પણ જોવા મળશે.

ડાયમંડ બુર્સની થીમ પર બિરાજમાન થશે ગણપતિ બાપ્પા :

સુરતના એક મૂર્તિકારે ડાયમંડ બુર્સ ની થીમ પર ગણપતિની પ્રતિમા તૈયાર કરી છે. આ મૂર્તિકારનું કહેવું છે કે સુરત ડાયમંડ સિટી તરીકે જાણીતું છે. દર વર્ષે અમારી પાસે આવનાર ગણેશ મંડળો કંઈક ને કંઈક નવું માંગતા હોય છે. જેથી તેમની ડિમાન્ડ ને પહોંચી વળવા માટે આ વખતે મેં ડાયમંડ બુર્સની ઓફિસ પર ગણપતિની પ્રતિમાને બિરાજમાન કરે છે. જેમાં ડાયમંડ બુર્સની ઓફિસનું આખું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે અને તેની ઉપર ગણપતિ બાપ્પા બિરાજમાન થયા હોય તે પ્રકારે મૂર્તિ બેસાડવામાં આવી છે. જેને પણ ડાયમંડનો શણગાર કરવામાં આવ્યો છે.  તેમને કહેવા પ્રમાણે આ વર્ષે સુરતની ડાયમંડ બુર્સની નવી ભેંટ મળવા જઈ રહી છે ત્યારે અમે પણ ગણપતિ ઉત્સવમાં આ થીમ લઈને આવ્યા છે જે લોકોને ખૂબ પસંદ પડી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મૂર્તિ તૈયાર કરાવનાર મંડળનું કહેવું છે કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી અમારો આ તહેવાર અમે ઘણી સાદાઈ થી ઉજવ્યો હતો. પણ અમે દર વર્ષે નવી નવી થીમ પર ગણપતિ તૈયાર કરતા આવ્યા છે. અને આ વર્ષે અમે ડાયમંડ બુર્સની થીમ પર ગણપતિ લાવવાનું નક્કી કર્યું છે. જેથી સુરતવાસીઓને એક નવું નજરાણું પણ જોવા મળી રહેશે. નોંધનીય છે કે આ વર્ષે પણ અલગ અલગ થીમ પર મંડપો અને મૂર્તિઓ તૈયાર થઇ રહી છે. ગણેશ આયોજકો અને મૂર્તિકારોએ અગાઉથી જ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

Next Article