સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ સજ્જ, સચિન GIDC વિસ્તારમાં પોલીસનું રાત્રે સરપ્રાઈઝ કોમ્બિંગ

સુરતમાં (Surat) ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ સજ્જ, સચિન GIDC વિસ્તારમાં પોલીસનું રાત્રે સરપ્રાઈઝ કોમ્બિંગ
સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ કોમ્બિંગ
| Edited By: | Updated on: Dec 21, 2022 | 5:25 PM

ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસે સર પ્રાઈઝ કોમ્બિંગ હાથ ધર્યું હતું. અલગ અલગ 3 ટીમો બનાવી 40 પોલીસ કર્મચારીઓએ  સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અલગ અલગ 3 ટીમો બનાવી 40 પોલીસ કર્મચારીઓએ  સરપ્રાઈઝ ચેકીગ કર્યું હતું .પોલીસ દ્વારા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શાલીમાર ઝૂપડપટ્ટી તથા સાતવલ્લા ઝૂપડપટ્ટી ખાતે તપાસ કરવામાં આવી હતી.

100થી વધુ વાહનો ડીટેઇન કરાયા

પોલીસે સરપ્રાઈઝ કોમ્બિંગ દરમ્યાન નબર પ્લેટ વગરમાં તથા ફોલ્ટી નંબર પ્લેટવાળા 105 વાહનો ડીટેઈન કર્યા હતા, રેમ્બો છરા, ચપ્પુ, ધોકા સાથે 11 ઝડપાયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તડીપારનો ભંગ કરતા બે ઈસમોની અટકાયત કરાઈ હતી, તેમજ સીઆરપીસી કલમ 107, 151 મુજબ 23 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, દારૂ પીધેલાના 10 કેસો કરવામાં આવ્યા હતા ઉપરાંત 6 હિસ્ટ્રીશીટર ચેક કરવામાં આવ્યા હતા. તેમજ નાસ્તા ફરતા બે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ઈએફઆરઆઈ આધારે એક વાહનચોરીનો એક ગુનો પણ ડિટેકટ કર્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં ગુનાખોરી ડામવા સચિન જીઆઈડીસી વિસ્તારમાં અલગ અલગ નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ સાથે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અસામાજીક તત્વોનો સુરતમાં આતંક

સુરતમાં (Surat) અસામાજીક તત્વોનો આતંક દિવસે દિવસે જાણે વધતો જઇ રહ્યો છે. એક પછી એક ક્રાઇમની અનેક ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં આવી એક ઘટના સામે આવી છે. સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં અજાણ્યા ઇસમો દ્વારા બે કારને જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ લગાવી દેવામાં આવી હતી. રાત્રી દરમિયાન ઘટના બનતા ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. જેમાં કારમાં આગ લગાડવાની ઘટના કેદ થઇ છે. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.