ગુજરાતમાં પોલીસ સોમવારથી લોકદરબાર યોજશે , વ્યાજ ખોર મુકિત અભિયાન આગળ વધારાશે : હર્ષ સંઘવી

|

Jan 08, 2023 | 4:46 PM

ગુજરાતમાં લોકોની સુખાકારી માટે પોલીસ તંત્ર દ્વારા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્યમાં પોલીસના બે અભિયાન પર ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે સરકારના પ્રથમ 100 દિવસની કામગીરીમાં વ્યાજખોરમાંથી મુક્તિ મિશન સ્વરૂપે આગળ વધાર્યું, આવતી કાલથી ઉચ્ચ પોલીસ અધિકારી લોકદરબાર યોજી લોકો સુધી પહોંચશે.

ગુજરાતમાં પોલીસ સોમવારથી લોકદરબાર યોજશે , વ્યાજ ખોર મુકિત અભિયાન આગળ વધારાશે : હર્ષ સંઘવી
Harsh Sanghvi
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં લોકોની સુખાકારી માટે પોલીસ તંત્ર દ્વારા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્યમાં પોલીસના બે અભિયાન પર ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે સરકારના પ્રથમ 100 દિવસની કામગીરીમાં વ્યાજખોરમાંથી મુક્તિ મિશન સ્વરૂપે આગળ વધાર્યું, આવતી કાલથી ઉચ્ચ પોલીસ અધિકારી લોકદરબાર યોજી લોકો સુધી પહોંચશે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ના આજે જન્મ દિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન અલથાણ ખાતેના કાર્યક્રમમાં તેમણે પોલીસની બે મુહીમ પર મહત્વના નિવેદન આપ્યા હતા.સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી તમામ સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે.

પ્રથમ 100 દિવસની કામગીરીમાં વ્યાજખોરમાંથી લોકોને મુક્તિ આપવાની કામગીરી

તેમજ ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે. સરકારના પ્રથમ 100 દિવસની કામગીરીમાં વ્યાજખોરમાંથી લોકોને મુક્તિ આપવાની કામગીરીને મહત્વ સ્વરૂપે આગળ વધારી છે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે જન્મ દિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકો દ્વારા શહેરમાં અનેકવિધ સામાજિક કાર્યક્રમો કર્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બે મહત્વની મુહિમ પર તેમની પ્રતિક્રિયા આપી હતી

સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી

સુરત પોલીસ કમિશ્નર દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસની ફરિયાદો મળતા તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને આવા વ્યાજખોરો સામે સામૂહિક પગલા ભરવા સાથેની મુહીમ ઉપાડી હતી. સુરત પોલીસ કમિશનરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને લોકોને પરેશાન કરે છે. કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી અને પોલીસની આ કામગીરીની પ્રસંશા થઇ હતી અને સુરત પોલીસનું આ મોડલ હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. અને હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

ગુજરાતની ગરીબ જનતાને વ્યાજ ખોરોના ત્રાસથી  છોડાવવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી

સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસ સામે મુહીમ શરૂ કરવામાં આવી છે .ત્યારે આ અંગે સુરતમાં આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વ્યાજ કોરોના વધતા ત્રાસ સામે એક અઠવાડિયા પહેલા ઉચ્ચ પોલીસ વિભાગના અધિકારી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલતા વ્યાજખોરોના ત્રાસ સામે ગુજરાતની ગરીબ જનતાને છોડાવવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. અને આવા વ્યાજખોરો સામે કાયદેસરી કાર્યવાહી કરવા અંગેની વાત કરવામાં આવી હતી.

જે અંતર્ગત ગત એક સપ્તાહથી વ્યાજ સામે ફસાયેલા લોકોને શોધી શોધીને ફરિયાદ કરવામાં આવી રહી છે અને વ્યાજખોરોને પકડવામાં આવી રહ્યા છે. આ એક મુહિમ સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યાજખોરના ત્રાસને સહન કરવામાં આવશે નહીં. તમામ સામે આકરામાં આકરા કાયદેસર પગલાં ભરવામાં આવશે.

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

આ મુહિમને આગળ વધારતા અને માહિતી આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આ મુહિમને આગળ વધારતા હવે આવતી કાલથી એક સપ્તાહ સુધી ગુજરાતભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે. લોકોની ફરિયાદ સાંભળી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે. ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા પોતાના કાર્ય ક્ષેત્રમાં લોકો વચ્ચે લોક દરબાર યોજશે. અને આ લોક દરબાર થકી વ્યાજખોરના ત્રાસથી મુક્ત થવા સમજાવશે. તેમને સુધી શોધીને તેમને હિંમત પૂરી પાડીને, વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જે વ્યાજખોરો સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી છે અને આ મુહિમમાં ગુજરાતના તમામ ક્ષેત્રમાં આ મુહિમ થકી ગુજરાતના અનેક પરિવારોને આ વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત થવાનો એક મોકો મળ્યો છે. જે લોકો નિયમ મુજબ વ્યાજનો ધંધો કરે છે તેઓની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં પરંતુ જે ગરીબ અને સામાન્ય જનતાને હેરાન કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજ વસૂલતા હશે તેમને છોડવામાં આવશે નહીં.

Published On - 4:38 pm, Sun, 8 January 23

Next Article