Surat: ટ્રાફિક પોલીસનો હપ્તાખોરીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનર દ્વારા બે અધિકારીઓને અલગ-અલગ તપાસ સોંપાઇ

|

Mar 27, 2022 | 12:55 PM

શહેર પોલીસ કમિશનર અજય કુમાર કુમાર દ્વારા સમગ્ર ઘટનાની તાપસ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ એન્ડ ટ્રાફિકના શરદ સિંઘલ અને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 સોંપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

Surat: ટ્રાફિક પોલીસનો હપ્તાખોરીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનર દ્વારા બે અધિકારીઓને અલગ-અલગ તપાસ સોંપાઇ
પૈસા ઉઘરાવતા ટ્રાફિક પોલીસની તપાસ શરૂ કરાઈ

Follow us on

સુરત (Surat) માં ટ્રાફિક પોલીસ (traffic police) પર સતત અનેક સવાલો ઉભા થતા હોય છે અને વધુ એક વખત વીડિયો (video) સામે આવ્યો જેમાં તપાસ સોંપાઇ છે પણ સુરત ટ્રાફીક DCP સામે કોરોનામાં પણ અનેક સવાલો અને આક્ષેપો થયા હતા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નહિ અને ફરી એક વીડિયો સામે આવ્યો છે જ્યારે ચર્ચાનો વિષય એ છે કે આ રૂપિયા ઉધરવામાં આવે તે ઉચ્ચ અધિકારીઓ સુધી જતા હોય છે. હાલમાં તો સુરતના ટ્રાફિક અને ક્રાઇમના સંયુક્ત કમિશનર શરદ સિંઘલ અને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભાવના પટેલને વાહન ચાલક પાસે પૈસા ઉઘરાવતા ટ્રાફિક પોલીસની તપાસ સોંપાઈ છે. શનિવારે ન્યૂ બોમ્બે માર્કેટ પાસે સવારે ટ્રાફિક પોલીસના ટી આર બી નો પૈસા ઉઘરાવતા વીડિયો વાયરલ થયો હતો.

આ બનાવ સંદર્ભે શહેર પોલીસ કમિશનર (Police Commissioner)  અજય કુમાર કુમાર દ્વારા સમગ્ર ઘટનાની તાપસ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ એન્ડ ટ્રાફિકના શરદ સિંઘલ અને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 સોંપી દીધી હોવાનું જાણવા મળ્યું ઉપરાત વિડીયો વાયરલ પ્રકરણમાં તપાસમાં જવાબદાર અધિકારી હોય કે ટ્રાફિકના કર્મચારી અન્ય ટી આર બી સંડવાણી હશે તેમના વિરૂદ્ધ ખાતાકીય પગલાં ભરીને કડક સજા કરવામાં આવશે એવું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.આમતો સુરત ટ્રાંફિક અધિકારીઓ સતત ચર્ચામાં આવતા રહે છે.

શહેરના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ આર.ટી.આઈ. અરજીના જવાબમાં મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ તથા ૨૦૨૧ માં જુલાઈ મહિનામાં ટ્રાફિક પોલીસ દ્વારા I follow Campaign ની ઉજવણી કરવામાં આવેલ હતી. ત્યારે વાહન ચાલકોને દંડ ભરવામાંથી મુક્તિ આપીને અલગ અંદાજથી ટ્રાફિક નિયમો અંગે સમજાવવાની કોશિશ કરતા હતા. અને જે વાહન ચાલકો નિયમોનું પાલન કરે છે તે લોકોનુ સન્માન પણ કરવામાં આવે છે. આ કેમ્પાઇન અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા લાખોનો ખર્ચ કરવામાં આવેલ છે. પણ નિયમ મુજબ ટેન્ડર બહાર પાડવાની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. દૈનિક અખબારમાં કોઈ જાહેરાત આપીને ભાવ માંગવામાં આવેલ નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પોતાના માનીતા માણસ પાસેથી અલગ અલગ ૩ કોટેશન મંગાવીને લાખોના કામ આપી દેવામાં આવેલ છે. લોકડાઉન દરમિયાન ટોઈંગ ક્રેન અજેન્સીને લાખોના પેમેન્ટ આપવાનો વિવાદ હજુ પૂરો થયો નથી તો હવે I follow Campaign નો વિવાદ શરૂ થયો છે.હવે આ બાબતે શુ તપાસ કરવામાં આવશે તે મોટો સવાલ છે?

આ પણ વાંચોઃ JAMNAGAR : કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કે.બી.બથવારનું રાજીનામુ

આ પણ વાંચોઃ Assembly Election 2022: સૌરાષ્ટ્રમાં મજબૂત પકડના કારણે ભાજપને પહેલીવાર સત્તા મળી હતી, હવે ગઢ બચાવવાનો પડકાર

Next Article