પોલીસે પકડેલા બે યુવકોએ પોલીસ સાથે જ કરી બબાલ, પોલીસ વાન અને પોલીસ સ્ટેશનમાં પણ કરી તોડફોડ, જુઓ Video

|

Feb 17, 2023 | 5:37 PM

Surat News : બે યુવકોને પોલીસ પકડીને લઇ જતી હતી. તે દરમિયાન બંને યુવકોએ પીસીઆર વાનમાં જ પોલીસ સાથે ઝપાઝપી કરી પીસીઆર વાનમાં તોડફોડ કરી હતી.

પોલીસે પકડેલા બે યુવકોએ પોલીસ સાથે જ કરી બબાલ, પોલીસ વાન અને પોલીસ સ્ટેશનમાં પણ કરી તોડફોડ, જુઓ Video
પોલીસે પકડેલા બે યુવકોએ પોલીસ સાથે જ કરી બબાલ

Follow us on

સુરતમાં રાત્રિના સમયે નશાની હાલતમાં હોબાળો કરી રહેલા બે વ્યક્તિઓને પકડતા તેમણે પોલીસ સાથે પણ માથાકૂટ કરી હોવાની ઘટના સામે આવી છે. એટલુ જ નહીં સિંગણપુર પોલીસે બંને શખ્સોની ધરપકડ કર્યા બાદ તેઓએ PCR વાન ચાલક સાથે માથાકૂટ કરી અને પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી હતી. આ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાતા તેમણે હોસ્પિટલમાં પણ બબાલ કરી હતી. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

સુરતના સિંગણપોર હરી દર્શનના ખાડા પાસે જાહેરમાં કેટલાક યુવકો બબાલ કરી રહ્યા હતા. જેને લઇ બે યુવકોને પોલીસ પકડીને લઇ જતી હતી. તે દરમિયાન બંને યુવકોએ પીસીઆર વાનમાં જ પોલીસ સાથે ઝપાઝપી કરી પીસીઆર વાનમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ પોલીસ મથકે અને હોસ્પિટલમાં પણ બંને યુવક અને તેના મિત્ર દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લઇ પોલીસે ધમાલ મચાવતાં ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બબાલ કરતા બેને પોલીસે પકડ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રીન્કુભાઈ સંગાડા સીંગણપોર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે તેઓ ડ્રાઈવર નીલેશ કુમાર રાઠવા સાથે પીસીઆર વાનમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સિંગણપોર વિસ્તારની હરિદર્શનના ખાડા સ્થિત SMC પાર્ટી પ્લોટ પાસે બે લોકો બુમ બરાડા પાડી મારામારી કરી બબાલ કરી રહ્યા હતા. જેથી પોલીસે તેમને પકડીને પીસીઆર વાનમાં બેસાડ્યા હતા.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

પોલીસ દ્વારા બંનેને લઈને પોલીસ મથકે લઇ જતા હતા તે વેળાએ રસ્તામાં બંને ઈસમોએ પાછળથી કોન્સ્ટેબલ અને ડ્રાઈવરનો શર્ટનો કોલર પકડી લીધો હતો અને અપશબ્દો બોલ્યા હતા. એટલું જ નહી બંને ઝપાઝપી કરી માર મારવા લાગ્યા હતા. જે પછી બંને પોલીસકર્મીઓ પીસીઆર વાનમાંથી બહાર ઉતરી ગયા હતા અને મદદ માટે પોલીસ મથકે જાણ કરી હતી. દરમિયાન બે પૈકી એક ઇસમે પીસીઆર વાનનો કાચ તોડી નાખ્યો હતો અને સીટ અને વાયરલેસ સેટને પણ નુકસાન પહોચાડ્યું હતું. ત્યારબાદ ત્યાં પોલીસના અન્ય માણસો આવી જતા બંનેને પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં પૂછપરછ કરતા એક ઇસમેં પોતાનું નામ જીતું ઉર્ફે મજનુભાઈ કુંવર અને બીજા ઇસમેં પોતાનું નામ હિતેશ બાબુભાઈ આહીર જણાવ્યું હતું.

પોલીસ સ્ટેશનમાં પણ કરી બબાલ

પીસીઆર વાનનો કાચ તોડનાર જીતું ઉર્ફે મજનુભાઈ કુંવરે પીએસઓ કેબીનના કાચ પર જોરથી હાથ મારી ત્યાનો પણ કાચ તોડી નાખ્યો હતો. જેથી તેના હાથ પર ઈજાઓ થઇ હતી. જેથી પોલીસ કર્મીઓ તેને સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં પણ તેણે પોલીસકર્મીઓ અને હોસ્પિટલના સ્ટાફ સાથે ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે સીંગણપોર પોલીસે ગુનો નોંધી જીતુ ઉર્ફે મજનુભાઈ અશોકભાઈ કુંવર, હિતેશ બાબુભાઈ આહિત અને અમોલ અશોક કુંવર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Article