Surat : સુરત શહેરમાં લક્ઝુરીયસ ગાડીમાં વિદેશી દારૂ વેચતા વ્યક્તિને પોલીસે ઝડપ્યો

સુરતમાં(Surat) રોયલ હેરીટેજ એપાર્ટમેન્ટ બિલ્ડીંગની બાજુમાં આવેલ પાર્કીંગમાંથી ગ્રે કલરની રેનોલ્ટ ડસ્ટર ફોર વ્હીલ ગાડીમાંથી પણ ભારતીય બનાવટના રૂપિયા 1,93,650 ના વિદેશી દારૂના જથ્થાની સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

Surat : સુરત શહેરમાં લક્ઝુરીયસ ગાડીમાં વિદેશી દારૂ વેચતા વ્યક્તિને પોલીસે ઝડપ્યો
Surat Police Arrest Person In Liquor Case
| Edited By: | Updated on: Sep 08, 2022 | 8:45 PM

સુરત (Surat) શહેરમાં તમામ પોલીસની(Police)  ટીમો અને પીસીબી,ડીસીબી,એસઓજીની ટીમો બનાવીને સતત પેટ્રોલિંગ કરી રહી હતી. તેનું પરિણામ સતત સુરત પોલીસને મળી રહ્યું છે.જે સંદર્ભમાં સુરત પીસીબીના પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.સુવેરાની ટીમ બનાવીને દારૂ (Liquor) ઝડપી પાડવા માટે સૂચન કરેલ જેથી પી.સી.બી.ના પોલીસ માણસો તપાસમાં જોતરાયા હતા. જેમાં તેજસ મહેતા નામનો ઇસમ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં ઇંગ્લીશ દારૂની ઇમ્પોર્ટેડ બાટલીઓ બહારના રાજ્યમાંથી લાવી સુરત શહેરમાં ચોરી છુપીથી વેચાણ કરે છે. જે તેજસ મહેતા થોડી જ વારમાં તેની સફેદ કલરની સ્કોડા ફાબીયા ફોર વ્હીલ ગાડી નં.GJ.05.CQ.7648 માં વિદેશી દારૂની ઇમ્પોર્ટેડ બાટલીઓનો જથ્થો ભરી લાવી થોડી જ વારમાં સિટીલાઇટ રોડ, અશોક પાન સેન્ટરની સામે, રોયલ હેરીટેજ એપાર્ટમેન્ટના ગેટ પાસે આવનાર છે.

જેમાં મોંઘી કાર અને કારમાં મોંધા દારૂની બોટલો જેથી કોઈને આજ સુધી ભણક આવતી ન હતી. જ્યારે બાતમી હકીકતવાળી જગ્યાએ વાહન ચાલકને મુદ્દામાલ સાથે ઝડપી પાડવાનુ સફળ આયોજન કરી ઉમરા, સિટીલાઇટ રોડ, અશોક પાન સેન્ટરની સામે, રોયલ હેરીટેજ એપાર્ટમેન્ટના ગેટ ઉપર પહોચી ખાનગી રાહે વોચ ગોઠવવામાં આવી હતી.

આમ પીસીબીની ટીમને જે દરમ્યાન સ્થળ ઉપરથી આ પકડાયેલ ઈસમ તેજસ ભરતભાઇ મહેતા પ્રથમ સફેદ કલરની સ્કોડા ફાબીયા ફોર વ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થાની સાથે ઝડપી પાડવામાં આવેલ અને મજકુર આરોપીની સ્થળ ઉપર જ બીજો વિદેશી દારૂનો જથ્થો તેણે ક્યાં છુપાવી રાખેલ છે તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ દરમ્યાન રોયલ હેરીટેજ એપાર્ટમેન્ટ બિલ્ડીંગની બાજુમાં આવેલ પાર્કીંગમાંથી ગ્રે કલરની રેનોલ્ટ ડસ્ટર ફોર વ્હીલ ગાડીમાંથી પણ ભારતીય બનાવટના રૂપિયા 1,93,650 ના વિદેશી દારૂના જથ્થાની સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

તેમજ મોંઘી કાર કબ્જે તેને સપ્લાય કરનાર આરોપી સાહિલ અને ગણેશ તેઓને વોન્ટેડ દર્શાવી તમામ મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરી પકડાયેલ તથા નહી પકડાયેલ આરોપીઓની વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે. આ અંગે ઉમરા પો.સ્ટે.માં પ્રોહીબીશનનો ગુનો નોંધીઆગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.