નારાયણ સાંઇ વિરુદ્ધ જેલમાં મોબાઈલ ઉપયોગની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી દાખલ

|

Nov 29, 2021 | 6:05 PM

પ્રિઝન એક્ટ અને IPC કલમ હેઠળ ફરિયાદ થઈ હતી વર્ષ 2020 ઓક્ટોબર મહિનામાં સુરત સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર-5 અને 6ના હિસ્સામાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે નારાયણ સાંઈ ઉપયોગ કરી રહ્યો હોવાનો આરોપ લાગ્યો હતો

ગુજરાતની (Gujarat) સુરત(Surat)જેલમાં બળાત્કાર કેસમાં(Rape Case)સજા ભોગવી રહેલા નારાયણ સાંઇ(Narayan Sai)સામે થયેલી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં(Highcourt)અરજી થઇ છે. જેમાં નારાયણ સાંઈ સામે જેલમાં મોબાઇલ ઉપયોગ કરવાના આરોપ છે જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અરજી કરવામાં આવી છે.

પ્રિઝન એક્ટ અને IPC કલમ હેઠળ ફરિયાદ થઈ હતી વર્ષ 2020 ઓક્ટોબર મહિનામાં સુરત સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર-5 અને 6ના હિસ્સામાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે નારાયણ સાંઈ ઉપયોગ કરી રહ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. જેને લઈ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.ત્યારે આ અરજી અંગે આવનારા દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩માં સુરત આશ્રમમાં ૨૩ વર્ષની યુવતી પર દુષ્કર્મ કરવાના કેસમાં આસારામના પુત્ર  નારાયણ સાઇને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે . જે હાલ સુરતની લાજપોર જેલમાં બંધ છે. તેમજ અનેક વાર અલગ અલગ કારણોસર જામીન અરજીની માંગણી કરે  છે.

જેમાં આ વખતે સુરતની જેલમાં મોબાઈલ વાપરવાના કેસમાં  પોલીસે  પુરાવાના આધારે દાખલ કરેલી ફરિયાદને રદ કરવાની અરજી હાઇકોર્ટમાં કરવામાં  આવી છે. જેમાં આ વખતે તેમના વકીલે આ કેસમાં નારાયણ સાઈને મુક્ત કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો : Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

આ પણ વાંચો : VADODARA : મહિલા સુરક્ષા સમિતિના ચેરમેનનું મોટું નિવેદન, “દુષ્કર્મના દોષિતોને જાહેરમાં ગોળી મારો”

Published On - 5:55 pm, Mon, 29 November 21

Next Video