સુરતમાં (Surat) આજથી 20 એપ્રિલ સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સ્માર્ટ સિટી સમિટનું (Smart City Summit) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના 100 સ્માર્ટ શહેરોના ડેલિગેટ્સ સુરતના મહેમાન બનશે. અંદાજીત 700થી વધારે મહેમાનો દેશભરમાંથી સુરત આવવાના છે. ત્યારે તેમને ગુજરાત મોડલ (Gujarat model) બતાવવા માટે આ સ્માર્ટ સમિટમાં ખાસ ગુજરાત ગૌરવ નામનું પેવેલિયન બનાવાયું છે. જેથી વિવિધ શહેરોના ડેલિગેટ્સને ગુજરાતના વિવિધ મોટા પ્રોજેક્ટોની ઝાંખી એક જ જગ્યાએ જોવા મળી જાય.
ગુજરાત રાજ્યના વિવિધ શહેરોના પ્રોજેક્ટોના મોડલ આ ગુજરાત ગૌરવ પેવેલિયનમાં મુકવામાં આવશે. જેથી ડેલિગેટસ ગુજરાતના પ્રોજેક્ટો વિશે માહિતગાર થઈ શકે. જેમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, વાપી, વ્યારા શહેરોના મુખ્ય પ્રોજેક્ટોની માહિતી અહીં ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે જ ગુજરાતી કલ્ચરની પણ ઓળખ અહીં ડેલીગેટ્સને આપવામાં આવશે. જેમાં સુરત શહેરના ડ્રિમસિટી પ્રોજેક્ટના ગ્રીન બિલ્ડીંગ તેમજ ડ્રિમસિટી ગેટના મોડલ, તેમજ સુડાની ટાઉન પ્લાનિંગ સ્કીમનું પ્રેઝન્ટેશન પણ આપવામાં આવશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેમ્પ્સ ઓફ યુનિટીનાં મોડલ તેમજ અન્ય મહાનગરોના મુખ્ય પ્રોજેટ્સના મોડલ અહીં મુકવામાં આવ્યા છે.
સુરત મનપાને શહેરમાં કાયમી દબાણો હટાવવામાં પરસેવો પડી જાય છે. પરંતુ હાલમાં સ્માર્ટ સિટી સમિટને કારણે મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને અઠવા અને રાંદેર ઝોનમાં મુખ્ય રસ્તાઓ પરના દબાણો જેમાં લારી-ગલ્લાવાળાને ખાસ પાંચ દિવસ લારી ન ચલાવવા સૂચના આપી દીધી છે. જેના કારણે લારી-ગલ્લાવાળાઓને પાંચ દિવસની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે. સામાન્ય દિવસોમાં મનપા દ્વારા દબાણો હટતા નથી, પરંતુ સ્માર્ટ સીટી સમિટને પગલે લારી ગલ્લા ન ચલાવવા જાણે આદેશ કરી દેવાયો છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, પબ્લિક બાઈક શેરિંગ, જનમિત્ર કાર્ડ, મલ્ટિલેવલ પાર્કિંગ, ગોટીલા ગાર્ડન મોડલ, વોટર સ્કાડા તેમજ આઈસીસીસી સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પેનલ્સ ગાંધીનગર સ્માર્ટ સિટીના સોલાર ટ્રી હાઈલાઈટ કરાશે તો રાજકોટ મહાનગરપાલિકાના ધ લાઈટહાઉસ પ્રોજેક્ટ, રઈયાના ડેવલપમેન્ટ ઓફ ગ્રીન ફિલ્ડ એરિયાને હાઈલાઈટ કરવામાં આવશે.
વડોદરા શહેરના હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમને હાઈલાઈટ કરાશે તો વાપી શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટની માહિતી, વ્યારાના ટ્રાન્સફોર્મેશન ઓફ ડમ્પસાઈટ ઈનટુ રિસોર્સ રિકવરી સ્ટેશન, ડ્રિમસિટી ગેટના મોડલ, તેમજ સુડાની ટાઉન પ્લાનિંગ સ્કીમનું પ્રેઝન્ટેશન પણ આપવામાં આવશે.
આ પણ વાંચો-વડોદરામાં મહાલક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આગ, પાંચ દુકાનો બળી ગઈ, કોઈ જાનહાની નહીં
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો