
હાલના સમયમાં બોલવાની સ્વતંત્રતા આપતું એક માત્ર સ્થળ હોય તો એ છે ઓપન માઇક. આ થઈ ગમ્મતની વાત પરંતુ હવે તમારા કામની વાત એવી છે કે હવેથી દર રવિવારે સુરત શહેરમાં આવી રહ્યું છે ચાર ભાષાઓના સંગમ સાથે ઓપન માઇક.
તારીખ 26 માર્ચ 2023ના રોજ બપોરે 3:00 કલાકે HUB THE CLUB સુરત ખાતે આ કાર્યક્રમ યોજાશે. ફક્ત 100 રૂપિયા જેટલી એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જેમાં સમગ્ર ઈવેન્ટ 2 કલાક સુધી ચાલશે. મહત્વનું છે કે 16 વર્ષથી મોટા તમામ લોકો આ ઈવેન્ટમાં જોડાઈ શકે છે. ઓપન માઇક શોમાં વવિધ ક્ષેત્રોના આર્ટિસ્ટ અને ઊભરતા સિતારાઓ પણ હાજર રહેશે. આ તમામ વચ્ચે રસપ્રદ વાત તો એ છે કે, આ ઓપન માઇકમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મારવાડી તમામ ભાષાઓના કોમેડિયન પણ જોડાશે.