રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓનો (Students) ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવેશ પ્રક્રિયા (Admission) શરૂ થતાં જ એક સપ્તાહમાં 16, 217 અરજીઓ ભરાઈ છે. આ સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં આરટીઈ માટે શરૂ કરાયેલી હેલ્પલાઈન પર પણ કોલની સંખ્યામાં વધારો થયો છે. ઝડપી અરજીઓની પ્રવેશમાં કોઈ સમસ્યા હોય તો તેના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. એક સપ્તાહમાં આ હેલ્પલાઈન પર કોલની સંખ્યામાં વધારો થયો છે.
અરજીઓની સંખ્યા જોતા એવું લાગે છે કે આ વર્ષે RTEમાં પ્રવેશ માટેનો આંકડો વધીને 25 હજાર થઈ જશે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 898 ફોર્મ રિજેક્ટ થયા છે. સુરતની સાથે રાજ્યની ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ માટે 30 માર્ચથી નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સુરતની 919 ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં એક સપ્તાહથી ઓછા સમયમાં 16, 217 અરજીઓ, સર્ટિફિકેટ અને ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેની માહિતી માટે દિવસભરમાં 70થી વધુ કોલ આવી રહ્યા છે. કોલ અને એપ્લીકેશનની સંખ્યા જોઈને લાગે છે કે હવે વાલીઓ RTE અંગે જાગૃત થઈ ગયા છે.
આરટીઈના પ્રવેશ સમયસર હોવાથી તમામ અરજીઓની ચકાસણી પણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ઝડપી ગતિએ થઈ રહી છે. અત્યાર સુધી મળેલી અરજીઓમાંથી 12,597 મંજૂર કરવામાં આવી છે, જ્યારે 898 નામંજૂર કરવામાં આવી છે. 1,372 અરજીઓની ચકાસણી ચાલી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના નામમાં ભૂલ, જૂના અને બનાવટી પ્રમાણપત્રો, રહેઠાણના પ્રમાણપત્રોમાં વિસંગતતાને કારણે અરજીઓ નકારી કાઢવામાં આવે છે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઈન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે. આ નંબર પર વાલીઓ સવારે 11થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરી શકશે. જેથી ફોન પર જ વાલીઓને મૂંઝવતી તમામ બાબતોનું નિરાકરણ પણ આવી શકશે.
વાલીઓ દ્વારા બુધવારે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થવાની સાથે જ વેરિફિકેશન કામગીરી પણ શરૂ કરાશે. તે માટે જુદી જુદી સરકારી શાળાના આચાર્યોની મદદ લેવાશે. સુરતની 919 ખાનગી શાળાઓમાં પ્રવેશ ફાળવણી થશે. નોંધનીય છે કે ધોરણ 1માં આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીઓ 30 માર્ચથી 11 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. માત્ર અમાન્ય ઓનલાઈન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધીના ત્રણ દિવસો ફાળવાયા છે. આ યોજનોમાં પ્રવેશ ઓનલાઈન વેબસાઈટ પરથી ફાળવાશે. જૂન -2022થી ધો . 1માં નવા પ્રવેશ પાત્ર બાળકો માટે જ અરજી કરી શકાશે.
આ પણ વાંચો: NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-