નામ બડે ઔર કામ છોટે : સુરતની ખાનગી હોસ્પિટલે નજીવો વાંધો ઉઠાવી મૃતકની ડેડબોડી 30 કલાક સુધી પરિવારને ન સોંપી

|

Nov 12, 2021 | 3:56 PM

પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓએ મા કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ સહીતના જરૂરી દસ્તાવેજો હોસ્પિટલના સ્ટાફને જમા કરાવ્યા હતા. જોકે મોડી રાત્રે 3:00 વાગ્યે દરમિયાન મુખ્તારભાઈનું અવસાન થઈ ગયું હતું.

નામ બડે ઔર કામ છોટે : સુરતની ખાનગી હોસ્પિટલે નજીવો વાંધો ઉઠાવી મૃતકની ડેડબોડી 30 કલાક સુધી પરિવારને ન સોંપી
Mahavir Hospital in Surat did not give dead body to the family members for 30 hours

Follow us on

SURAT : ડિપોઝિટ ભરવાના તેમજ બીલના નાણાંને લીધે મૃતકની ડેડબોડી નહીં સોંપવા સહિતના બનાવને લઇને અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહી છે ત્યારે આ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે.

હાર્ટ એટેકને કારણે દાખલ કરાયેલ દર્દીનું મોડી રાત્રે મોત થયા બાદ મા કાર્ડમાં ટેકનીકલ ખામીને લીધે રૂ.1.90 લાખના બીલની ભરપાઈના લીધે હોસ્પિટલ તંત્ર દ્વારા 30 કલાક સુધી મૃતકની ડેડબોડી પરિવારને ન સોંપવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ભાઠેના વિસ્તારમાં આવેલ રજાક નગરમાં રહેતા 60 વર્ષીય મુખતારભાઈ મણિયારને 10મી તારીખે હૃદયરોગનો હુમલો આવતાં પરિવારજનો પ્રથમ નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં દાખલ કરીને તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓએ મા કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ સહીતના જરૂરી દસ્તાવેજો હોસ્પિટલના સ્ટાફને જમા કરાવ્યા હતા. જોકે મોડી રાત્રે 3:00 વાગ્યે દરમિયાન મુખ્તારભાઈનું અવસાન થઈ ગયું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આધારકાર્ડ અને રેશનકાર્ડમાં સરનેમ જુદી હોવાથી હોસ્પિટલ સ્ટાફ દ્વારા જ્યાં સુધી 1.90 લાખનું બિલ ભરી જવામાં નહિ આવશે ત્યાં સુધી તેમની ડેડબોડી સોંપવામાં નહિ આવશે તેવી આના કાની કરી હતી.

કલાકો સુધી શ્રમજીવી પરિવારે પોતાના સ્વજનની ડેડબોડી સોંપી દેવા માટે ડોક્ટરને આજીજી કરી હતી. પરંતુ કોઈએ માનવતા બતાવી ન હતી અને બાદમાં પરિવારજનો દ્વારા પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળાને જાણ કરવામાં આવી હતી.પરિવારજનો દ્વારા અને આપવીતી જણાવવામાં આવ્યાં બાદ કોર્પોરેટર દ્વારા હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે વાત કરીને અને પરિવારની નબળી પરિસ્થિતિ અંગે વાકેફ કરીને માનવતાના ધોરણે ડેડબોડી સોંપી દેવાની વાત કરી હતી. ત્યારે મેનેજમેન્ટ દ્વારા 30 કલાક પછી કોઈ પણ પ્રકારનું બિલ લીધા વગર જ ડેડબોડી સોંપી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરતમાં પોલીસે ડ્રગ્સ પ્રોસેસિંગની આખી લેબ પકડી પાડી, ભાવનગરના એક શખ્સની ધરપકડ, જાણો કેવી રીતે બનાવતો હતો ડ્રગ્સ

આ પણ વાંચો : SURAT : ડ્રગ્સ કેસમાં SOGને મળી મોટી સફળતા, રાંદેર MD ડ્રગ્સ હેરાફેરી કેસમાં ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

 

Next Article