SURAT : ભેસ્તાનમાં સ્થાનિકોએ ગેરસમજને કારણે કોર્પોરેશનના વાહનોની તોડફોડ કરી, ફરિયાદ નોંધાઈ

|

Nov 08, 2021 | 6:17 PM

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા અને જર્જરિત થયેલા સરસ્વતી આવાસમાં અગાઉ કોર્પોરેશનની ટીમ નળ કનેક્શન કાપવા આવી હતી અને ઘણા નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યાં હતા.

SURAT : સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સરસ્વતી આવાસમાં કોર્પોરેશનની ટીમ પાણીનું લિકેજ રિપેરિંગ કરવા પહોંચતા જ સ્થાનિક લોકોએ કોર્પોરેશનના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી.સ્થાનિકો સમજી બેઠા હતા કે કોર્પોરેશન દ્વારા નળ કનેક્શન કાપવામાં આવે છે. જે ગેરસમજ રાખીને લોકો દ્વારા હુમલો કરાયો હતો તેમજ જેસીબી મશીનમાં તોડફોડ કરવામાં આવી અને તેના કાચ તોડી દેવાયા હતા.બીજીબાજુ ઝોનના અધિકારીઓ દ્વારા પાંડેસરામાં પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા અને જર્જરિત થયેલા સરસ્વતી આવાસમાં અગાઉ કોર્પોરેશનની ટીમ નળ કનેક્શન કાપવા આવી હતી અને ઘણા નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યાં હતા. કારણ કે જર્જરિત થયેલા સરસ્વતી આવાસના રહીશો કોઇપણ રીતે ઘર ખાલી કરવા તૈયાર ન હતા. પરંતુ આજે કોર્પોરેશનની ટીમ આ કામથી આવી ન હતી. કોર્પોરેશનની ટીમ સરસ્વતી આવાસની બાજુમાં પાણીના લીકેજનું સમારકામ કરવા આવી હતી. પરંતુ સ્થાનિકોને એવી ગેરસમજ થઇ કે કોર્પોરેશનની ટીમ દ્વારા આવાસની લાઈનનું કનેક્શન કાપવામાં આવી રહ્યું છે.

અ ગેરસમજ રાખીને સરસ્વતી આવાસના રહીશોએ સુરત મહાનગરપાલિકાના સ્ટાફનો હુરિયો બોલાવ્યો હતો અને જે JCB મશીન દ્વારા આ નળ કનેક્શનનું રીપેરીંગ કામ થઇ રહ્યું હતું એ JCB પર પથ્થરમારો કરી તેના કાચ તોડી નાખવામાં આવ્યાં હતા. સદનસીબે આ ઘટનામાં મહાનગરપાલિકાના સ્ટાફને કોઈ ઈજા થઇ નથી.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : જાણો કેવી રીતે થયું એન્કાઉન્ટર, વાંચો દિલધડક એન્કાઉન્ટરની આખી ઘટના

આ પણ વાંચો : Usha Uthupએ “પંખીડા તું ઉડી જાજે” ગીત ગાયું અને ઝૂમી ઉઠી ઓડીયન્સ, જાણો ઉષા ઉથુપનું ગુજરાત કનેક્શન

Next Video