સુરત લાજપોર જેલમાં કેદીઓનુ કારસ્તાન, દરોડા મોડા પડે તે માટે કેદીઓએ લગાવી આગ !

|

Mar 25, 2023 | 12:30 PM

સુરતની લાજપોર જેલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કેદીઓએ જેલમાં તોડફોડ કરી હોવાની માહિતી મળી રહી છે. રાત્રે શરૂ થયેલ સર્ચ ઓપરેશનની કાર્યવાહી સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હતી.

સુરત લાજપોર જેલમાં કેદીઓનુ કારસ્તાન, દરોડા મોડા પડે તે માટે કેદીઓએ લગાવી આગ !

Follow us on

Surat Jail : હાલ રાજ્યભરની જેલમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે,ત્યારે સુરતની લાજપોર જેલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કેદીઓએ જેલમાં તોડફોડ કરી હોવાની માહિતી મળી રહી છે. રાત્રે શરૂ થયેલ સર્ચ ઓપરેશનની કાર્યવાહી સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હતી. જેલમાંથી મોબાઈલ ફોન,ગાંજા અને ચરસ ની પડીકીઓ મળી આવી છે.

તો હાલ મળતી માહિતી મુજબ સુરતની સૌથી મોટી લાજપોર જેલ ખાતે સુરત પોલીસના 250થી વધુ અધિકારીઓ – કર્મચારીઓ સાથેનો કાફલો જેલની અંદર પહોંચ્યો હતો. અને જેલમાં ચાલતી ગેરકાયદેસર ગતિવિધિઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.  આ દરમિયાન સુરત જેલમાં કેદીઓ દ્વારા બેરકમાં આગ લગાડી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે.ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજ સુધીમાં  લેવામાં આવી  લેવાઈ શકે છે.

ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

હવે જેલમાં જલસા પાર્ટીના દિવસો ગયા !

રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી સુચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ પુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.જે બાદ તમામ જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. રાજ્યની 17  જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

 

Published On - 7:17 am, Sat, 25 March 23

Next Article