સુરત (Surat) શહેરમાં જેમ જેમ વસ્તી વધારો થઈ રહ્યો છે તેમ તેમ લોકોને ફરિયાદ પણ વધી રહી છે જેને લઈને પુણા પોલીસ સ્ટેશનથી છૂટું પાડી સારોલી પોલીસ સ્ટેશન (Saroli Police Station) બનાવવામાં આવ્યું જેનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં સારોલી વિસ્તારમાં લોકો પણ અને જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં દિવસે ને દિવસે વસ્તી વધારો થઈ રહ્યો છે અને વિસ્તાર પણ મોટો થઈ રહ્યો છે. તેના કારણે નાની મોટી ફરિયાદીનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી લોકોને સરળતાથી પોતાની ફરિયાદનો નિકાલ થઈ શકે તેને ધ્યાનમાં રાખીને એક પછી એક પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે ત્યાં આજે વધુ એક પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યાં સુરત શહેરમાં કુલ 33 પોલીસ સ્ટેશન કાર્યરત છે જેમાં પુણા પોલીસ મથક હદ વિસ્તારમાં 7 લાખથી વધુ વસ્તી છે.
જો કે આ વિસ્તારના લોકોની છેલ્લા ઘણા સમયથી માંગ હતી જે સારોલી વિસ્તારમાં પોલીસ મથક બનાવવામાં આવે છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા માંગણી સ્વીકારી સારોલી પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું સારોલી પોલીસ મથકમાં મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તાર અને ઉદ્યોગિક વિસ્તાર આવેલો છે જેમાં સારોલી વિસ્તારના લોકોને સુરક્ષા પ્રદાન થઈ શકે તે હેતુથી સારોલી પોલીસ મથક બનાવવામાં આવ્યું છે જે સારોલી પોલીસ મથક તૈયાર થઈ જતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં સારોલી, નિયોલ, સણીયા, હેમાદ કુંભારીયા સહિતના વિસ્તારો નો સમાવેશ થાય છે.
આ પોલીસ મથકના લોકાર્પણ સમયે ગૃહમંત્રી, સ્થાનિક ધારાસભ્ય, નગરસેવકો અને સારોલી વિસ્તારના લોકો અને જન પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ શહેર પોલીસ કમિશનર, જોઉન્ટ કમિશ્નર, ડીસીપી, એસીપી, પીઆઇ સહિત પોલીસ કર્મચારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા સારોલી વિસ્તારમાં શાંતિ અને સલામતી મળી રહે તે હેતુથી સારોલી પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આમ જોવા જઈએ તો સલાબદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ટેક્સ્ટાઇલ માર્કેટ આવરી લેવામાં આવ્યો હતો પણ હવે ટેક્સટાઇલ માર્કેટની મોટી માર્કેટ પુણા કુંભારિયા રોડ ઉપર બની રહી છે અને તે વિસ્તાર હવે સારોલી વિસ્તારમાં લાગવાનો હોવાના કારણે ત્યાં પોલીસ સ્ટેશનની જરૂર હતી તેના કારણે આ પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે. હવે આજુબાજુના નાના મોટા ગામડાઓ પણ આ પોલીસ સ્ટેશનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે.