સુરતમાં ગેરકાયદેસર આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ કરાઈ

સુરત ક્રાઈમ બ્રાંચ બાતમી મળતા આરોપીને ત્યાં દરોડા પાડ્યાં હતાં અને 238 નંગ આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપી પાસે કુલ 92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સુરતમાં ગેરકાયદેસર આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ કરાઈ
Illegal quantities of iPhones and smart watches seized in Surat 2 accused nabbed
Image Credit source: simbolic image
| Edited By: | Updated on: Jan 29, 2023 | 10:36 AM

ગુજરાતના સુરત શહેરમાંથી ગેરકાયેદસર મંગાવેલા આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો ઝડપાયો હતો. જેમા સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા આરોપીને ત્યાં દરોડા પાડ્યાં હતાં અને 238 નંગ આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપી પાસે કુલ 92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ સુરત ક્રાઈમ બ્રાંચે ફઈમ મોતીવાલા અને સઈદ પટેલની ધડપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર આ બંને આરોપીઓ વિદેશથી બોક્સ વિના ખુલ્લા આઈફોન મંગાવતા હતા. અને આરોપીઓ એ આઈફોનને સુરતમાં ખાલી બોક્સમાં પેક કરી તેના ઉપર IMEI (International Mobile Equipment Identity) નંબરવાળા સ્ટીકર લગાવીને ગ્રાહકોને વેચતા હોવાનો સામે આવ્યું છે.

આ પણ વાંચો : સુરતમાં ઈ-સિગરેટ વિક્રેતા પર સકંજો, SOG પોલીસે ગેરકાયદે નશાના જથ્થા સાથે એક દુકાનદારને ઝડપી પાડ્યો

ઈ-સિગારેટ વિક્રેતાના પાનના ગલ્લા પર દરોડા પાડી 18 ઈ-સિગારેટ જપ્ત કરાઈ

આ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં નશાનો કારોબાર કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન સુરત પોલીસ કમિશનરના ધ્યાને આવ્યુ હતુ કે શહેરના કેટલાક પાનના ગલ્લા તથા કેટલાક ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સિગારેટ ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ અને ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યુ હતું. જેથી આવા રીટેઈલર તથા હોલેસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

18 નંગ ઈ-સિગારેટ મળી 19,175નો મુદ્દામાલ કબજે કર્યો

આ દરમિયાન SOG પોલીસે બાતમીના આધારે 7 જાન્યુઆરીના રોડ વેસુ વિસ્તારમાં આવેલા વિજય પાનની દુકાનમાં દરોડો પાડી તપાસ કરતા દુકાનમાંથી 18 નંગ ઈ-સિગારેટ તથા નશો કરવા ઉપયોગમાં લેવાતા પેપર તથા સ્ટીક મળી આવ્યા હતા. પોલીસે દુકાનમાંથી કુલ 19,175નો મુદ્દામાલ કબજે કરી દુકાનદાર વિજયકુમાર બાબા પ્રસાદ ચોરસીયાની ધરપકડ કરી હતી. તેમજ દુકાનદારને આ જથ્થો રાંદેરમાં રહેતા તૈયબ નામના ઈસમને આપ્યો હોવાનું બહાર આવ્યુ હતુ. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

રાંદેરમાંથી પણ એક વેપારીની ધરપકડ

આ દરમિયાન એસઓજી પોલીસે માહિતીના આધારે રાંદેરના બ્રિજ પાસે આવેલ લકી પાન પાર્લરમાં રેડ કરી હતી. આ દરમિયાન તૈયબ ઈકબાલ ભાયજીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની દુકાનમાંથી પણ 60,600 રૂપિયાની 59 નંગ ઈ-સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો. આરોપી સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

પોલીસે કબજે કરેલ મદ્દુામાલ-

  1. Apple iPhone કાંપનીના અલગ અલગ મોડેલના મોબાઇલ ફોન નાંગ-238 કૂલ જેની કિંમત
    રૂ.73,57,000
  2. સ્માર્ટ વોચ કૂલ નંગ-61, કૂલ કિંમત રૂ.17,80,000
  3. USB ચાર્જર તથા કેબલ કૂલ નંગ-424કુલ કિંમત 42,400
  4. લેપટોપ નંગ-1, કિંમત રૂપિયા 10,000
  5. લેબલ પ્રિન્ટર નંગ-01 કિંમત રૂપિયા 10,000
  6. Apple iPhone કંપનીના અલગ અલગ મોડેલના મોબાઇલ ફોનના ખાલી બોક્સ નંગ-250 જેની કુલ કિંમત
    રૂપિયા 25,000
  7. સ્ટીકર કુલ કિંમત રૂપિયા 700

કુલ્લે મુદ્દામાલ રૂપિયા 92,25,100

Published On - 9:48 am, Sun, 29 January 23