Surat: 11 થી 20 ડિસેમ્બર યોજાશે ‘હુનર હાટ’, હસ્તકલા, આર્ટના કારીગરોને મળશે રોજગારીની તકો

|

Dec 10, 2021 | 5:54 PM

Surat Hunar Haat: સુરતમાં ‘હુનર હાટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ હાટમાં હસ્તકલા, આર્ટ અને ક્રાફ્ટના કુશળ કારીગરોને વિશાળ માર્કેટની સાથે રોજગારીની નવી તકો મળશે.

Surat: 11 થી 20 ડિસેમ્બર યોજાશે ‘હુનર હાટ’, હસ્તકલા, આર્ટના કારીગરોને મળશે રોજગારીની તકો
Hunar Haat in Surat

Follow us on

Surat: હસ્તકલા (handicraft), આર્ટ (Art) અને ક્રાફ્ટના કુશળ કારીગરોને વિશાળ પ્લેટફોર્મ આપવા કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ 11 થી 20 ડિસેમ્બર દરમિયાન ‘હુનર હાટ’ (Hunar Haat) યોજાવા જઈ રહ્યો છે. તો 12 મી તારીખે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી આ ‘હુનર હાટ’ને ઔપચારિક રીતે ખુલ્લો મૂકશે.

જણાવી દઈએ કે આ ‘હુનર હાટ’માં લગભગ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં હસ્તકલા કારીગરો, શિલ્પકાર, આર્ટ એન્ડ ક્રાફ્ટ કલાકારો ભાગ લેશે. તો આ હાટ કાર્યક્રમમાં વિશિષ્ટ કલા ધરાવતા 300 જેટલા સ્ટોલ હશે. ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ મળે એવા આશયથી તેઓ પોતાની કલા-હુનરને પ્રદર્શિત કરશે. આ હાટનો સમય સવારે 10 થી રાત્રે 10 દરમિયાન રાખવામાં આવ્યો છે. જેની મુલાકાત સંપૂર્ણપણે નિ:શુલ્ક છે.

એક તરફ જોવા જઈએ તો આ ‘હુનર હાટ’ પ્રદર્શનમાં કૌશલ્યના ઉસ્તાદોને વિશાળ માર્કેટ મળશે. તો આ અદ્ભુત કલા ધરાવતા કારીગર માટે રોજગારીની ઘણી નવી તકો ઉભી થશે. વનિતા વિશ્રામ ખાતે રેમ્બો ઇન્ટરનેશનલ સર્કસ ખાતે આકર્ષણનું કેન્દ્ર બનશે. સર્કસના 22 કલાકારો આશ્ચર્યજનક પરાક્રમો કરશે. તો ઉપરાંત, પ્રતિદિન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ કાર્યક્રમમાં મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત કલાકારો ભાગ લેશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

નોંધનીય છે કે, કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા વર્ષ 2016 માં ‘હુનર હાટ’ ની શરુઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ કલા અને પરંપરાને સન્માન આપવાનો છે. તે સાથે કલા અને કલાકારને માન્યતા આપવાનો પણ એક હેતુ છે. છેલ્લા 6 વર્ષોથી ‘હુનર હાટ’ માં લાખો કલાકારીગરો, શિલ્પકારો અને તેમની કલા લઈને આવે છે. તો આ કલા સાથે સંકળાયેલા અનેક લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવામાં આવા કાર્યક્રમો ભાગ ભજવે છે. અહીં દેશના વિવિધ ભાગોમાંથી પરંપરાગત ફૂડ સ્ટોલ ઉપરાંત, મોટા કલાકારો તેમજ સ્થાનિક કલાકારોને પણ સ્ટેજ પર તેમની કલા પ્રદર્શિત કરવાની તક મળે છે.

 

આ પણ વાંચો: Surat: સ્થાનિકોના વિરોધ વચ્ચે 100 વર્ષથી વધુ જૂની મોચીની ચાલનું ડિમોલીશન, ભાગળ ખાતે બનશે મેટ્રો જંકશન

Next Article