સુરતના ઉધનામાં 9 વર્ષના બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમ મૌલાનાની કરાઈ ધરપકડ

Surat: ઉધનામાં 9 વર્ષના બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાતુ હોવાનું સામે આવ્યુ છે. ધાર્મિક શિક્ષણ લેવા જતા બંને બાળકોને મૌલાના મહોમ્મદ મુદબ્બીરે અશ્લિલ વીડિયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી મૌલાનાની ધરપકડ કરી છે.

સુરતના ઉધનામાં 9 વર્ષના બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમ મૌલાનાની કરાઈ ધરપકડ
| Edited By: | Updated on: Mar 26, 2023 | 4:53 PM

સુરતમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ધાર્મિક શિક્ષણ આપવાના નામે મૌલાનાએ બે વિદ્યાર્થીઓનું શોષણ કર્યું. ઉધનાના શાંતિનગરમાં 9 વર્ષના બે બાળકો પર મૌલાનાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ છે. ધાર્મિક શિક્ષણ લેવા જતા બંને બાળકો પર મૌલાનાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્ચું હોવાની ફરિયાદ નોંધાઈ છે. મૌલાના મોહંમદ મુદબ્બીર બાળકોને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

છેલ્લા 6 મહિનાથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાનો આક્ષેપ

જો બાળકો વીડિયો જોવાની ના પાડે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપી આપતો હતો. છેલ્લા 6 મહિનાથી બાળકોને ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય નરાધમ મૌલાના આચરી રહ્યો હતો. આરોપી મોહંમદ મુદબ્બીર અગાઉ મદરેસામાં મૌલવી હતો. જો કે, કોઈ કારણોસર મોહંમદ મુદબ્બીરને મદરેસામાંથી કાઢી મુકાયો હતો. મદરેસામાંથી હાંકી કઢાયા બાદ મોહંમદ મુદબ્બીર ખાનગી ટ્યુશન ચલાવતો હતો. ટ્યુશન અને ધાર્મિક શિક્ષણની આડમાં મોહંમદ મુદબ્બીરના કાંડ સામે આવ્યા છે. આ મામલે ઉધના પોલીસમાં નોંધાયેલી ફરિયાદને આધારે મોહંમદ મુદબ્બીરની ધરપકડ કરાઈ છે.

ધાર્મિક શિક્ષણની આડમાં બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર મૌલાનાની ધરપકડ

ફરિયાદ બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા નરાધમ મૌલાનાની ધરપકડ કરી છે. ધાર્મિક શિક્ષણની આડમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર મૌલાનાની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કર્યો છે. મૌલાના ધાર્મિક શિક્ષણની આડમાં બાળકોને મોબાઈલમાં પોર્ન બતાવી કૃત્ય આચરતો હતો. ભોગ બનનાર બાળકે અભ્યાસ માટે ના પાડતા સમગ્ર હકીકત સામે આવી છે.

 

ભેસ્તાન વિસ્તારમાં માતાની નજર સામે ટેમ્પાએ કચડી નાખતા 5 વર્ષના બાળકનું મોત

આ તરફ સુરતના ભેસ્તાન વિસ્તારમાં દિવ્યાંગ પરિવારના પુત્રનું ટેમ્પા નીચે કચડાઈ જતા મોત થયુ હોવાની હ્રદય કંપાવનારી ઘટના સામે આવી છે. બાળક ફુટપાથ નજીક રમતો હતો, ત્યારે માતાની નજર સામે જ પુરપાટ ઝડપે આવતા ટેમ્પો 5 વર્ષીય બાળકને કચડી નાખતા મોત નિપજ્યુ હતુ. ઘટનાને લઈને સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફેલાયુ છે. માતાની નજર સામે જ બાળક ટેમ્પો નીચે કચડાઈ જતા માતા પણ બેભાન થઈ ગઈ હતી. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:Surat: અસામાજિક તત્વોએ નજીવી બાબતે બે લોકોને જાહેરમાં છરીના ધા ઝીંકી દીધા, જુઓ Video