બિપોરજોય વાવાઝોડા (Biporjoy cyclone) ની સંભાવનાને પગલે સરકાર એલર્ટ મોડમાં છે, રાજ્યના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં તંત્રને ખડેપગે કરવામાં આવ્યુ છે. પ્રધાન મુકેશ પટેલ સુરતના સુવાલી ગામની મુલાકાત લીધી હતી. તેઓએ મુલાકાત દરમિયાન સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અહીં જિલ્લા વિકાસ અધિકારી સહિતના સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત લઈને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી હતી. મુકેશ પટેલ દ્વારા વિસ્તારમાં લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરી હતી. સહેલાણીઓને પણ બીચના વિસ્તારમાં નહીં જવા દેવા માટે થઈને નિયંત્રણ કરવામાં આવ્યુ હતુ.
મુકેશ પટેલે મુલાકાત દ્વારા દરિયા ખેડૂઓને પણ દરિયામાં નહીં જવા માટેની અપિલ કરવા સાથે દરિયાખેડૂના પરિવારોને માટે પણ વાવાઝોડાની સંભાવનાને લઈ સતર્કતા રાખવા માટે અપિલ કરી હતી. મુકેશ પટેલે બતાવ્યુ હતુ કે, વિસ્તારમાં તમામ સજ્જતા સંભાવનાને લઈ કરી લેવામાં આવી છે.