GANDHINAGAR : સુરતના સસ્પેન્ડેડ AAP પ્રમુખ સાથે મોટી સંખ્યામાં AAP કાર્યકરો ભાજપમાં જોડાયા

| Edited By: | Updated on: Aug 24, 2021 | 7:09 PM

ગાંઘીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ પાટીલે સુરત જિલ્લાના સસ્પેન્ડેડ AAP પ્રમુખ બટુક વડોદરિયાને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ.

GANDHINAGAR : વિધાનસભા ચુંટણી આવે તે પહેલા જ પક્ષપલટુઓ સક્રિય થયા છે..સુરત આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ જિલ્લા પ્રમુખ ભાજપમાં જોડાયા છે. ગાંઘીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ પાટીલે સુરત જિલ્લાના સસ્પેન્ડેડ AAP પ્રમુખ બટુક વડોદરિયાને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ.તો પ્રમુખ સાથે મોટી સંખ્યામાં સુરતના AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા.આ તકે સુરત જિલ્લાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.. અને આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે આમ આદમી પાર્ટી પર નિશાન સાધી આકરા પ્રહાર કર્યા હતા.

આ પહેલા પણ સુરતમાં AAP ના કરુકારો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ગત મહીને સુરત શહેરમાં 400થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હાથે આ તમામ કાર્યકર્તાઓ Surat BJPમાં જોડાયા હતા. આ કાર્યકર્તાઓમાં મોટા ભાગના AAP પક્ષના કાર્યકરો હાટ. Surat BJP દ્વારા સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીમાં ટૂંક સમયમાં જ અરાજકતા અને સિદ્ધાંત વગરની વિચારધારાને અનુભવતા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના કર્યકરોનું ભારતીય જનતાપાર્ટીમાં જોડાવું આ ઘટનાને 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : RAJKOT : કથિત માટી કૌંભાડના ચુકાદા પહેલા ભાજપના નેતાએ કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું, ક્લીનચીટની તૈયારી?

આ પણ વાંચો : RAJKOT : ફરાળી પેટીશના નામે થઇ રહ્યા છે લોકોની આસ્થા સાથે ચેડા,આ લોટનો થતો હતો ઉપયોગ

 

Published on: Aug 24, 2021 07:07 PM