Surat: છેતરપિંડી અને લૂંટ ચલાવતી ગડ્ડી ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી

|

Jun 19, 2022 | 10:05 PM

સુરતમાં (Surat) બેંકમાંથી રૂપિયા લઈ બહાર આવતા લોકો સાથે છેતરપિંડી અને લૂંટ ચલાવતી ગડ્ડી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ગેંગ સૌ પ્રથમ બેંક બહાર રેકી કરતી હતી અને ત્યારબાદ બેંકમાંથી રૂપિયા લઈ બહાર આવતા લોકો પર નજર રાખતી હતી.

Surat: છેતરપિંડી અને લૂંટ ચલાવતી ગડ્ડી ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી
Surat Crime Branch

Follow us on

સુરતના (Surat) મહિધરપુરા વિસ્તારમાં બેંકમાંથી રૂપિયા લઇ બહાર નીકળેલા આધેડની મોટર સાયકલને લાત મારી બે ઈસમો દ્વારા નીચે પાડી દઈ આધેડ પાસેથી રોકડા રૂપિયા 50 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા બંને લૂંટારુઓની મહિધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ પાસેથી પચાસ હજાર રોકડા રૂપિયા, 3 મોબાઈલ સહિત એક મોપેડ ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા કબજે કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં એક આરોપી છ જેટલા ગુનાઓમાં અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે અન્ય એક આરોપી ત્રણ જેટલા ગુનાઓમાં જેલવાસ ભોગવી આવ્યો છે. આરોપીઓ પાસેથી વધુ ગુના ઉકેલાવાની શક્યતાને પગલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

ગડ્ડી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી

સુરતમાં બેંકમાંથી રૂપિયા લઈ બહાર આવતા લોકો સાથે છેતરપિંડી અને લૂંટ ચલાવતી ગડ્ડી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ગેંગ સૌ પ્રથમ બેંક બહાર રેકી કરતી હતી અને ત્યારબાદ બેંકમાંથી રૂપિયા લઈ બહાર આવતા લોકો પર નજર રાખતી હતી. ત્યારબાદ પોતાની પાસે રહેલ કાગળની ગડ્ડી બતાવી વધુ રૂપિયા આપવાની લાલચે કાગળની ગડ્ડી પકડાવી છેતરપિંડી આચરતી હતી. જ્યારે કેટલાક કિસ્સાઓમાં લૂંટ પણ ચલાવતી હતી. ગડ્ડી ગેંગની પૂછપરછમાં મહિધરપુરા પોલીસ ચોપડે નોંધાયેલા રૂપિયા 50 હજારની લૂંટના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. સુરત પોલીસ કમીશ્નર અજય તોમર દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે મહિધરપુરા કોટસફિલ રોડ પર આવેલ કેનેરા બેંકમાંથી આધેડ વયના વ્યક્તિ રૂપિયા 50 હજારની મત્તા લઈ બહાર નીકળ્યા હતા. જે આધેડની રેકી કરી બે લૂંટારુઓ દ્વારા તેમની મોટર સાયકલનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રસ્તામાં પાછળથી આધેડની મોટર સાયકલને લાત મારી નીચે પાડી દેવાયા હતા. જ્યાં આધેડના ખિસ્સામાં રહેલા રૂપિયા 50 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

જે અંગે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાયો હતો. જે બાદ આ ગુનાને ઉકેલવા જુદી જુદી ટીમો બનાવી અને સુરત ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસ સોંપવામાં આવી હતી. જે દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે ગુનાનો ભેદ ઉકેલી કાઢી ડીંડોલી સાઈ પોઈન્ટ નજીકથી આરોપી વિષ્ણુ દત્ત ઉર્ફે સંજય રામપ્રસાદ શુક્લા અને પ્રવીણ રમેશ કોળીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રૂપિયા 50 હજારની રોકડ, 3 મોબાઈલ સહિત એક મોપેડ કબજે કરવામાં આવી છે. આરોપી વિષ્ણુ દત્ત મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને હાલ પલસાણા ખાતે આવેલા શ્રીનિવાસ રેસીડેન્સીમાં રહે છે. જ્યારે આરોપી પ્રવીણ રમેશ કોળી મૂળ ધુલિયાનો વતની છે અને સહઆરોપી વિષ્ણુદત જોડે પલસાણા ખાતે જ રહે છે. આરોપીઓ શહેરની અલગ અલગ બેંકોની અંદર તથા બહાર વોચ કરી રૂપિયા લઈ બહાર નીકળતા લોકોને ટાર્ગેટ કરતા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગડ્ડી ગેંગ પહેલા લોકોનો પોતાના પર વિશ્વાસ કરાવતી

જેમાં તેઓની પાસે રહેલી રોકડા રૂપિયાના બંડલ જેવી ગડ્ડી બતાવી લોકોને વિશ્વાસમાં લેતા હતા. ગડ્ડીમાં ઉપર અને નીચેના ભાગે માત્ર ઓરીજનલ ભારતીય ચલણી નોટ રાખવામાં આવતી હતી. જ્યારે વચ્ચે માત્ર કોરા કાગળોની ગડ્ડી બનાવી રૂમાલમાં બાંધી રાખવામાં આવતી હતી. પોતાના શેઠે પગાર આપ્યો નથી જેના કારણે શેઠની ઓફિસમાંથી આ રૂપિયા ચોરી કર્યાનું જે તે વ્યક્તિને જણાવતા હતા. ત્યારબાદ આ રૂપિયા પૂરેપૂરા તમે લઈ લો અને તેના અડધા રૂપિયા અમને આપી દો તેમ કહી લોકો જોડે છેતરપિંડી આચરતા હતા. આ રીતે ગડ્ડી ગેંગ દ્વારા બેંકમાં આવતા લોકો પર વોચ રાખી છેતરપિંડી આચરવામાં આવતી હતી. જ્યારે કેટલાક કિસ્સામાં લૂંટ પણ ચલાવવામાં આવતી હતી.

પોલીસ કમિશનર અજય કુમારે જણાવ્યું હતું કે આરોપી વિષ્ણુદત અગાઉ કડોદરા જીઆઈડીસી, કાપોદ્રા, ખટોદરા, પુણા અને સચિન પોલીસના હાથે અલગ અલગ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે આરોપી પ્રવીણ રમેશ કોળીની પણ અગાઉ ખટોદરા, કડોદરા જીઆઈડીસી અને પુણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ તો આ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર અજય તોમર દ્વારા બેંક બહાર આવી વોચ રાખતી ગડ્ડી ગેંગથી સાવધ રહેવા અને લોભમાં નહીં આવવા માટેની અપીલ પણ કરી છે. સાથે જ આવી ઘટનાઓનો ભોગ બનેલા લોકોને પણ આગળ આવી પોલીસ ફરિયાદ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Next Article