પૂર્વ કોંગ્રેસ નેતા અશોક જીરાવાળાએ હાર્દિક પટેલને ભાજપમાં જોડાવવા આપી સલાહ

સુરતના વરાછા ખાતે આવેલા યોગેશ્વર ફાર્મ ખાતે ફોગવા દ્વારા યોજાયેલા મહાઅધિવેશન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ (Congress) નેતા અને ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ કોંગ્રેસ પાર્ટીથી છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

પૂર્વ કોંગ્રેસ નેતા અશોક જીરાવાળાએ હાર્દિક પટેલને ભાજપમાં જોડાવવા આપી સલાહ
Former Congress leader Ashok Jirawala advises Hardik Patel to join BJP
| Edited By: | Updated on: Apr 17, 2022 | 9:39 PM

Surat : કોંગ્રેસ (Congress)સાથે છેડો ફાડી ભાજપમાં(BJP) જોડાયેલ ફોગવાના પ્રમુખ અને કોંગ્રેસી નેતા અશોક જીરાવાળાએ (Ashok Jirawala) હાર્દિક પટેલને (Hardik Patel) ભાજપમાં જોડાઇ જવા માટેની સલાહ આપી છે. પાટીદાર સમાજ માટે હાર્દિક દ્વારા લડાઈ લડી ભાજપ પાસેથી માંગણીઓ સ્વીકારવામાં આવી છે. છતાં આજે હાર્દિકનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ પોતાના વક્તવ્યમાં અશોક જીરાવાળાએ કર્યો છે. અશોક જીરાવાળાએ પણ ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસે પાટીદાર સમાજને ક્યારેય પણ નેતૃત્વ આપ્યું નથી કે તેની ગણના પણ કરવામાં આવી નથી. માધવસિંહની થિયરી પર આજે પણ કોંગ્રેસમાં ચાલી રહી હોવાનો દાવો અશોક જીરાવાળાએ કર્યો છે.

સુરતના વરાછા ખાતે આવેલા યોગેશ્વર ફાર્મ ખાતે ફોગવા દ્વારા યોજાયેલા મહાઅધિવેશન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા અને ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ કોંગ્રેસ પાર્ટીથી છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. અશોક જીરાવાળાની સાથે અન્ય 100થી પણ વધુ વેપારી -અગ્રણીઓ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે. હમણાં સુધી જે કોંગ્રેસી નેતા ભાજપ સામે વિવિધ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા હતા, તે કોંગ્રેસ નેતા અશોક જીરાવાળાએ પોતાના અન્ય વેપારીગણ સાથે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. સામી વિધાનસભાની ચૂંટણી ટાણે જ સુરત કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે.

અગાઉ અશોક જીરાવાળા કોંગ્રેસમાંથી કામરેજ વિધાનસભા બેઠક પરથી પણ ચૂંટણી લડી ચૂક્યા છે. જ્યારે સુરત શહેર પ્રમુખ તરીકે પણ અગાઉ તેઓ પદભાર સંભાળી ચૂક્યા છે. પરંતુ કોંગ્રેસ જોડે એકાએક છેડો ફાડી તેઓ હાલ ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યાં ભાજપમાં જોડાતાની સાથે જ અશોક જીરાવાળાને જ્ઞાન પ્રાપ્ત થયું છે અને હાર્દિક પટેલને ભાજપમાં જોડાઇ જવા આહવાન કરી રહ્યા છે.

સુરતના વરાછા ખાતે ફોગવા દ્વારા યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પોતાના વક્તવ્યમાં અશોક જીરાવાળાએ જણાવ્યું કે, આટલું બધું પાટીદાર આંદોલન થયું. જેમાં હાર્દિક પટેલે ભાજપ સરકાર સામે આટલી મોટી લડાઈ લડી. ભારતીય જનતા પાર્ટી પાસેથી સમાજ માટેની જે માંગણીઓ હતી તે સ્વીકારાવી. છતાં અત્યારે હાર્દિકનો માત્ર ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે એક સમાજ વતી કોંગ્રેસે ક્યારેય પણ પાટીદાર સમાજને નેતૃત્વ આપ્યું નથી. પાટીદાર સમાજની ગણના પણ કરવામાં આવી નથી. માધવસિંહ થીયરી ઉપર આજે પણ કોંગ્રેસ ચાલી રહી છે.

ત્યારે આ વચ્ચે પંચાયતથી પાર્લામેન્ટ સુધી પાટીદાર સમાજને જો નેતૃત્વ અને પ્રભુત્વ મળ્યું હોય તો માત્ર ભારતીય જનતા પાર્ટીમાં મળ્યું છે. ત્યારે આજે મને ભાજપમાં જોડાતા મને ગર્વ થાય છે. ત્યારે આજે હું ચેલેન્જ સાથે કહું છું કે હાર્દિકે કોંગ્રેસ છોડી દેવી જોઈએ. સમાજના કામ કરવા હોય તો હાર્દિકે ભાજપ જોડે જોડાઈ જવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ ના સૂત્ર સાથે તમામ સમાજને નેતૃત્વ પુરું પાડે છે. દરેક સમાજના લોકોને ન્યાય અપાવવાનું પણ કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ટેક્સટાઇલ સાથે જોડાયેલા છે. ત્યારે ઘણી બધી માગણીઓ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે.

આ પણ વાંચો :Sabarkantha: ઈડર વિસ્તારમાં ચંદનના વૃક્ષોની ચોરી થતા ફરીયાદ, 2 સ્થળો પર તસ્કરો ત્રાટક્યા

ફૂટવેર બનાવતી આ કંપની આગામી મહીને લાવી રહી છે IPO, પોતાનુ નેટવર્ક વધારવાની કંપનીની યોજના