સુરતમાં નોટ બદલીના પ્રથમ દિવસે જ 2000ની અધધ નોટ જમા થઇ, 80 કરોડથી વધુ નોટ એક્સચેન્જ કરાઇ

|

May 24, 2023 | 1:16 PM

ગઇકાલથી બેંકોમાં આ નોટને એક્સચેન્જ કરી આપવાની શરૂઆત કરાઈ હતી. ત્યારે નેશનલ અને સરકારી બેંકોમાં નોટની એક્સચેન્જ માટે લોકોની ખૂબ જ પાકી હાજરી જોવા મળી હતી.

સુરતમાં નોટ બદલીના પ્રથમ દિવસે જ 2000ની અધધ નોટ જમા થઇ, 80 કરોડથી વધુ નોટ એક્સચેન્જ કરાઇ

Follow us on

ભારત સરકાર દ્વારા બે હજારની ચલણી (2000 rupees note) નોટ બદલી માટેનો નિર્ણય કર્યા બાદ ગઇકાલથી બેંકોમાં આ નોટને એક્સચેન્જ કરી આપવાની શરૂઆત કરાઈ હતી. ત્યારે નેશનલ અને સરકારી બેંકોમાં નોટની એક્સચેન્જ માટે લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી. તો કો-ઓપરેટીવ અને સહકારી બેંકોમાં થોડા વધુ પ્રમાણમાં ખાતાધારકો બે હજારની નોટો લઈ એક્સચેન્જ કરાવવા પહોંચ્યા હતા. ત્યારે મીડિયા રિપોર્ટસ અનુસાર સુરતમાં (Surat) એક જ દિવસમાં 2000ની 200 કરોડથી વધુ નોટ જમા થઇ છે. જ્યારે 80 કરોડ રુપિયા લોકોએ બદલાવ્યા છે.

આ પણ વાંચો-Career News : ગુજરાત ST વિભાગમાં ડ્રાઈવર-કંડક્ટરની મોટી ભરતી, 3400થી વધુ જગ્યા ભરવામાં આવશે

સુરતમાં આવેલી બેંકોની વાત કરીએ તો કોઓપરેટીવ બેંક 16, રાષ્ટ્રીય કૃત બેંક 12, 50થી વધુ મંડળી તેમજ 26 જેટલી ખાનગી બેંક છે. ત્યારે આ દરેક સ્થળોએ 2000ની નોટ બદલાવવા ભારે ભીડ જોવા મળી હતી. નેશનલ અને સરકારી બેંકોમાં છૂટાછવાયા લોકો બે હજારની નોટો બદલવા આવી ગયા હતા. જ્યારે સહકારી અને કો-ઓપરેટીવ બેંકોમાં વધુ પ્રમાણમાં ખાતાધારકો બે હજારની નોટ એક્સચેન્જ કરાવવા આવેલા જોવા મળી રહ્યા હતા.

IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ

મીડિયા રિપોર્ટસ અનુસાર સુરતમાં એક જ દિવસમાં 2000ની અધધ નોટ જમા થઇ છે. 2000ની 200 કરોડથી વધુ નોટ જમા થઇ છે. જ્યારે 80 કરોડ રુપિયા લોકોએ બદલાવ્યા છે. જેના અલગ અલગ કારણો માનવામાં આવી રહ્યા છે.

એક અનુમાન એવુ લગાવવામાં આવી રહ્યુ છે કે સુરત એ ડાયમંડ બિઝનેસનો હબ છે અને અહીં મોટી સંખ્યામાં રત્નકલાકારો રહે છે. મોટા પ્રમાણમાં રત્નકલાકારો અન્ય રાજ્યના છે. ત્યારે રત્નકલાકારોને જે વેતન આપવામાં આવે છે તે રોકડમાં મળતો હયો છે. જેથી તેઓ જોખમ વધુ ન રાખવુ પડે તે માટે મોટા પ્રમાણમાં 2000ની નોટ પોતાની પાસે રાખી મુકતા હતા. જે હવે વટાવવા બેંકોમાં પહોંચી રહ્યા છે.

સુરતમાં પ્રથમ દિવસે જ આટલી મોટી સંખ્યામાં 2000ની નોટ જમા થઇ હતી. ત્યારે આવનારા દિવસોમાં હજુ વધુ નોટ જમા થશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article