સુરતના ઘોડદોડ રોડ પર જોગર્સ પાર્ક નજીક ત્રણ દુકાનોમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી

|

Jan 09, 2023 | 11:09 PM

Surat: શહેરના ઘોડદોડ રોડ પર જોગર્સ પાર્ક નજીક ત્રણ દુકાનોમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સૌપ્રથમ ફ્રુટની દુકાનમાં આગ લાગી હતી જે પ્રસરીને બાજુના સ્ટુડિયોમાં અને પાર્લરમાં પણ લાગી હતી.

સુરતના ઘોડદોડ રોડ પર જોગર્સ પાર્ક નજીક ત્રણ દુકાનોમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી
ત્રણ દુકાનોમાં લાગી ભીષણ આગ

Follow us on

સુરતના ઘોડદોડ રોડ જોગર્સ પાર્ક પાસે પતરાના શેડમાં રહેલી ત્રણ દુકાનોમાં આગ લાગી હતી. પહેલા ફ્રુટની દુકાનમાં આગ લાગ્યા બાદ બાજુમાં રહેલી ફોટો સ્ટુડિયો અને પાર્લેરની દુકાનમાં આગ પ્રસરી ગઈ હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી

પતરાના શેડમાં ત્રણ દુકાનોમાં લાગી આગ

ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઘોડદોડ રોડ જોગર્સ પાર્ક પાસે પતરાના શેડમાં ત્રણ દુકાનો હતી. જેમાં વચ્ચે રહેલી ફ્રુટની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે બાજુમાં આવેલી ફોટો સ્ટુડિયો અને આઈસ્ક્રીમ પાર્લરની દુકાનને પણ ઝપેટમાં લઈ લીધી હતી. ત્રણ દુકાનોમાં આગ ભભૂકી ઉઠતા અહી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ત્રણેય દુકાનોમાં લાખોનું નુકસાન

બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી કર્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી, પરંતુ આગના કારણે ત્રણેય દુકાનોમાં ભારે નુકસાન થયું હતું. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે 8.08 મિનિટે આગનો કોલ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો. ઘટના સ્થળે આવીને તપાસ કરી તો અહી પતરાની દુકાનો હતી. અહી ફ્રુટની દુકાનમાં આગ લાગ્યા બાદ અન્ય બે દુકાનોમાં આગ પ્રસરી હતી. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ફાયરની ટીમે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

સાંજના સમયે આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોની અવરજવર હોવાથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ કર્યો હતો. ક્યાં કારણોસર આગ લાગી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આગની આ ઘટનામાં ત્રણેય દુકાનોના માલિકોને લાખોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

Next Article