Surat: નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ સત્યનારાયણની કથા યોજી, પીપીઈ કીટ પહેરી વિરોધ નોંધાવ્યો

|

Apr 06, 2022 | 3:47 PM

નવી સિવિલ હોસ્પિટલ (New civil Hospital) ખાતે હડતાળ (Strike) પર ઉતરેલા ડોકટરોએ ત્રીજા દિવસે એટલે કે આજે સવારે નવી મેડિકલ કોલેજ ખાતે ભેગા થયા હતા અને સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. પોઝિટીવીટીનું વાતાવરણ આવે, પ્રશ્નોનો ઉકેલ આવે અને દર્દીઓને તકલીફ નહીં થાય તે હેતુથી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Surat: નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ સત્યનારાયણની કથા યોજી, પીપીઈ કીટ પહેરી વિરોધ નોંધાવ્યો
Doctors staged protest by organize 'Satyanarayana katha'

Follow us on

જુદી જુદી પડતર માંગણીઓને લઈને રાજ્યભરમાં ડોકટર્સ હડતાળ (Doctors strike) પર ઉતરી ગયા છે. ડોકટરોની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે ત્રીજો દિવસ હતો. હડતાળના ત્રીજા દિવસે સુરત (Surat) ની નવી સિવિલ હોસ્પિટલના (Civil Hospital) ડોકટરોએ અલગ રીતે વિરોધ દર્શાવ્યો હતો. તબીબોએ ભેગા મળીને સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. તેમજ પીપીઈ કીટ પહેરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો, તેમજ પોતાની માગણીઓ સરકાર પુરી કરે તેવી માગ કરી હતી.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે હડતાળ પર ઉતરેલા ડોકટરોએ ત્રીજા દિવસે એટલે કે આજે સવારે નવી મેડિકલ કોલેજ ખાતે ભેગા થયા હતા અને સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. પોઝિટીવીટીનું વાતાવરણ આવે, પ્રશ્નોનો ઉકેલ આવે અને દર્દીઓને તકલીફ નહીં થાય તે હેતુથી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય ડોકટરોએ પીપીઈ કીટ પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. ડોકટરોનું કહેવું હતું કોરોના વોરિયર્સનું પહેલા સન્માન કરવામાં આવ્યું અને હવે પ્રશ્નોનો ઉકેલાતા નહીં.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મનોચિકિત્સક ડો.કમલેશ દવે જણાવ્યું હતું કે આવતીકાલે સાયકલ રેલી યોજવામાં આવશે, તેમજ ઓર્ગન ડૉનેશનની પ્લેજ લઈ જાગૃતિ ફેલાવવામાં આવશે. વધુમાં ડોકટરોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી તેમની માગણીઓ પડતર છે. અગાઉ સરકાર દ્વારા જીઆર પણ બહાર પાડી દેવામાં આવ્યું હતું, છતાં આજદિન સુધી તેનો અમલ કરવામાં આવતો નથી. તેમની સાથે જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પુરા કરાયા નથી. જેના પગલે તેમને હડતાળનું શસ્ત્ર ઉઠાવવું પડ્યું છે.

વધુમાં ડોકટરોએ એવું પણ કહ્યું હતું કે, જ્યાં સુધી તેમની માગણીઓ સંતોષાશે નહીં અથવા સંતોષકારક જવાબો નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ જ રહેશે, બીજી તરફ જે રીતે ડોકટરોની હડતાળ આગળ વધી રહી છે તેમ તેમ હવે હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોડી થવા લાગી છે. હાલમાં જુનિયર ડોકટર્સે કમાન સાચવેલી છે, જોકે હોસ્પિટલમાં ઠેર-ઠેર દર્દીઓની લાંબી કતારો અને ધસારો જોવા મળી રહ્યો છે. ડોકટરોની હડતાળ વહેલી સમેટાશે નહીં તો આગળ સ્થિતિ વધુ કથડવાની શક્તયાઓ છે.

આ પણ વાંચો-

Petrol-Diesel Price Today : ફરી મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, અમદાવાદમાં 1 લીટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા

આ પણ વાંચો-

ગુજરાતમાં આજથી ગરમીમાં મળશે આંશિક રાહત, તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 3:35 pm, Wed, 6 April 22

Next Article