સુરતમાં ડાયમંડ તસ્કરીની ઘટના આવી સામે, કાચા હીરાનો જથ્થો કારીગરે તફડાવી લીધો

|

Jun 02, 2023 | 7:44 PM

સુરતના વરાછામાં હીરાના કારખાનામાંથી કારીગર દ્વારા રૂપિયા 3.25 લાખના હીરાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. કારખાનેદારે કારીગર વિરુધ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરતમાં ડાયમંડ તસ્કરીની ઘટના આવી સામે, કાચા હીરાનો જથ્થો કારીગરે તફડાવી લીધો

Follow us on

Surat: વરાછા ખાતે લોટિંગ કરી બનાવવા આપેલા કાચા હીરામાંથી 3.25 લાખના હીરા વરાછાના રાકેશ પરમારે ચોરી કરી લીધા હતાં. માલિકે કારીગર રાકેશ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કારખાનેદારે કારીગર વિરુધ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

હીરા લોટીંગ કરી બનાવવા આપ્યા હતા

સરથાણા જકાતનાકા જીલ પાર્ક સોસાયટીમાં રહેતા ચેતન નારાયણભાઈ વિડયોદરા ચેતનભાઇએ નાના વરાછા જલારામ સોસાયટીમાં રહેતા રાકેશ મનસુખ પરમારને લોટીંગ કરી બનાવવા માટે કાચા હીરા આપ્યા હતા જેમાંથી 3.25 લાખના હીરા ચેતનભાઇની જાણ બહાર રાકેશે ચોરી કરી લઈ બનાવીને પરત આપ્યા હતા. આ અંગે ચેતનભાઇએ રાકેશ પરમાર સાવરાછા ગીતાંજલી જીવનધારા હોટલની પાછળ તપોવન એસ્ટેટમાં ખોડલ ઇમ્પેક્ષના નામે હીરાનો વેપાર કરે છે. મે વરાછા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. કારખાનેદારે કારીગર વિરુધ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

અગાઉ સુરતમાં થોડા જ સમય પહેલા સોનાની લૂંટની ઘટના બની હતી. જેમાં સુરતના ભટારમાં કાપડીયા હેલ્થ ક્લબ પાસે થયેલા રૂપિયા 65 લાખના સોનાના બિસ્કીટના લૂંટનો બનાવ બન્યો હતો જેનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચ અને ખટોદરા પોલીસની ટીમે વડોદરા હાઈવે પરથી 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કાર સહિત લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો. 30 મે ના રોજ લૂંટારાઓએ ખરીદીના બહાને વેપારી પાસે રોડ પર સોનાની ડિલિવરી મંગાવી હતી. જયાં જવેલર્સના માલિકે બે કર્મચારીને 100 ગ્રામના સોનાના 10 બિસ્કિટ સાથે મોકલ્યા હતા. લૂંટારૂઓએ જ્વેલર્સના કર્મચારીને ધક્કો મારી ત્યાંથી સોનાની લૂંટ ચલાવી ભાગી છુટયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો : સુરતમાં ભીમ અગરિયારસ નિમિત્તે જુગાર રમતાં 197 લોકો પકડાયા, કુલ 9.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરતમાં બનેલા આ બનાવ અંગે જ્વેલર્સના દુકાનના સેલ્સમેન દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જો કે સોનાની લૂંટમાં એક મહિલાની પણ શંકાસ્પદ ભૂમિકા  હોવાની વાત સામે આવી છે. આ મહિલા અને 3 લૂંટારૂઓ સુરત રેલવે સ્ટેશનની નજીકની હોટેલમાં રોકાયા હતા. જેમાં મહિલાએ હોટેલના રજિસ્ટરમાં પોતાનું નામ ખોટું લખાવીને મોબાઇલ નંબર આરોપીનો લખાવ્યો હોવાની હકીકત સામે આવી હતી. વેપારીનો મિત્ર અને મહિલા ઈન્દોરથી 3 આરોપી સાથે MP પાસિંગની કારમાં આવ્યા હતા. આરોપી સાથે આ મહિલાએ મદનલાલ નામના શખ્સનો સંપર્ક કરાવી સોનાની ખરીદીના બહાને સુરત આવી લૂંટ ચલાવી હતી. 2 હજારની નોટના સોદામાં આ લૂંટ કરાઈ હોવાની પણ પોલીસને શંકા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article