સુરતના પૂર્વ મહિલા ધારાસભ્ય ઝંખના પટેલના ‘ઈન્દ્રરાજ’ ફાર્મનું ડિમોલેશન

|

Jun 21, 2023 | 2:39 PM

સુરતના ડુમસમાં ટીપી રોડને નડતરરૂપ ભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો છે. એરપોર્ટ સામે વિકટોરીયા ફાર્મની બાજુમાં ઝંખના પટેલનું ઇન્દ્રરાજ ફાર્મ આવેલું છે.

સુરતના પૂર્વ મહિલા ધારાસભ્ય ઝંખના પટેલના ઈન્દ્રરાજ ફાર્મનું ડિમોલેશન
Zankhana Patel Farm Demolition

Follow us on

Surat : સુરતની ચોર્યાસી બેઠકના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના (Zankhana Patel) ઈન્દ્રરાજ ફાર્મ હાઉસમાં ડિમોલેશન (Demolition) કરવામાં આવ્યું છે. રસ્તા પર ફાર્મ હાઉસ આડે આવતું હોવાથી દબાણ હટાવવામાં કામગીરી કરવામાં આવી હતી. જેમાં કીચનનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો.

ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો

સુરતના ડુમસમાં ટીપી રોડને નડતરરૂપ ભૂતપૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનો અમુક ભાગ તોડી પડાયો છે. એરપોર્ટ સામે વિકટોરીયા ફાર્મની બાજુમાં ઝંખના પટેલનું ઇન્દ્રરાજ ફાર્મ આવેલું છે. આ ફાર્મનો કીચન સહિતનો ભાગ રોડ એલાઇમેન્ટમાં આવતો હોવાથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી ચાલતી હોવાથી ફાર્મના અમુક ભાગનું ડિમોલિશન કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો International yoga day 2023: સુરતમાં 1.50 લાખ લોકોએ એક સાથે કર્યા યોગા, ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

નડતરરૂપ હોવાથી તેને સ્વૈચ્છિક રીતે તોડી પડાયુંઃ ઝંખના પટેલ

આ અંગે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતુ કે, અહિંથી રસ્તો નીકળતો હોવાથી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. જેના પગલે માત્ર દીવાલ જ નડતરરૂપ હોવાથી તેને સ્વૈચ્છિક રીતે તોડી પાડવામાં આવી છે. સુરતના ચોર્યાસી બેઠકના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલને 2022ની ચૂંટણીમાં ભાજપે ટીકિટ આપી નહોતી. જેથી તેઓ ત્રીજીવાર ધારાસભ્ય બની શક્યા ન હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

સુરત મહાનગરપાલિકાએ મંગળવારે સવારે ડુમસમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેના પગલે ચોર્યાસી વિધાનસભા બેઠકના પૂર્વ ભાજપ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મહાઉસનો અમુક ભાગ દબાણમાં આવતો હોવાથી પાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું.

અગાઉ વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળની જગ્યા પણ રસ્તામાં આવતી હોવાથી ડિમોલેશન કરાયું હતું

સુરતમાં અગાઉ પણ ડિમોલેશનની કાર્યવાહી કરાઈ છે. થોડા દિવસ પહેલા વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળની જગ્યા પણ રસ્તામાં આવતી હોવાથી ડિમોલેશન કરાયું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે વેડ વરિયાવ ટીપીના રસ્તાને ખુલો કરતી વખતે કંઈક અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા. વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળની જગ્યા પણ રસ્તામાં આવતી હોવાથી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તે અગાઉ જ ગુરુકુળના સંચાલકો દ્વારા જાતે જ જેસીબી મશીન સહિતના સાધનોથી ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.

By Line : Baldev Suthar

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article