Surat : બે દિવસની પૂછપરછ માટે કોન્સ્ટેબલને લઇ ગઇ હતી દિલ્હી પોલીસ, 7 મહિના બાદ પણ ઘરે પરત ન ફરતા પરિવારની ન્યાય માટે ગુહાર

Surat News : "અમને ન્યાય આપો"ના બેનરો સાથે ગુમ કોન્સ્ટેબલને શોધવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. કોન્સ્ટેબલના પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

Surat : બે દિવસની પૂછપરછ માટે કોન્સ્ટેબલને લઇ ગઇ હતી દિલ્હી પોલીસ, 7 મહિના બાદ પણ ઘરે પરત ન ફરતા પરિવારની ન્યાય માટે ગુહાર
ગુમ પોલીસ કોન્સ્ટેબલને શોધી આપવા પરિવારની માગ
| Edited By: | Updated on: Feb 20, 2023 | 5:11 PM

સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનના ગુમ કોન્સ્ટેબલનો હજુ સુધી કોઈ પતો નહીં મળતા પરિવાર ચિંતામાં મુકાયો છે. કોન્સ્ટેબલ મિથુન ચૌધરી 7 મહિનાથી ગુમ થતા પરિવાર પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો હતો. “અમને ન્યાય આપો”ના બેનરો સાથે ગુમ કોન્સ્ટેબલને શોધવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. કોન્સ્ટેબલના પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હી પોલીસ 7 મહિના પહેલા પુછપરછ કોન્સ્ટેબલને લઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ મળી રહ્યો નથી.

CDR વેચવાના કેસમાં પૂછપરછ માટે લઇ ગયા હતા

ઓગસ્ટ મહિનામાં દિલ્હી પોલીસે સુરતના કાપોદ્રા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ કોરડીયાની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં કોલ ડિટેઈલ રેકોર્ડ વેચવાના રેકેટમાં વિપુલ કોરડિયાની સંડોવણી ખૂલી હતી. વિપુલની પૂછપરછ કરતા તેઓએ મહિધરપુરા પોલીસ ઝોન-4 માં ફરજ બજાવતા મિથુન ચૌધરી પાસેથી યુઝર આઇડી પાસવર્ડ મેળવી આ કોલ ડીટેલ ચોરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કોન્સ્ટેબલ મિથુલ ચૌધરીને બે દિવસ પૂછપરછ માટે દિલ્હી લઈ ગઈ હતી, જ્યારે બે દિવસની પૂછપરછ બાદ હવે 7 મહિના વીતી ગયા છતાં આજદિન સુધી કોન્સ્ટેબલ ચૌધરી ઘરે પરત ફર્યો નથી

બે દિવસની નોટિસ આપી લઇ ગઇ હતી પોલીસ

પોલીસ કોન્સ્ટેબલ મિથુલ ચૌધરીની પત્ની શર્મિલા ચૌધરીએ જણાવ્યું હતું કે, મારા પતિ છેલ્લા 6 મહિનાથી ગુમ થઈ ગયા છે, અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છે કે મારા પતિને વહેલી તકે શોધખોળ કરવામાં આવે. મારા પતિ સુરત મહીધરપુરા પોલીસ સ્ટેશન ઝોન-4 માં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા. દિલ્હી પોલીસ 6 મહિના પહેલા CDR મામલે બે દિવસની નોટિસ આપી પૂછપરછ માટે લઈ ગયા હતા.

પોલીસ કોન્સ્ટેબલ વિપુલ કોરટીયાએ તેમનું નામ લીધું હતું કે, કોમ્પ્યુટરના આઈડી પાસવર્ડ એમણે આપ્યા હતા. દિલ્હી પોલીસે એક નોટિસ પણ આપી છે તેમાં જણાવ્યું છે કે આ મામલે એમનું કશું લેવું નથી. એટલે એમને અમે જવા દઈએ છે, પરંતુ ત્યાંથી તે નીકળ્યા એના અમને કોઈ પણ પ્રકારના પુરાવા નથી આપતા.

ક્લિન ચીટ મળ્યા બાદ પણ ઘરે પરત ન ફર્યા

શર્મિલા ચૌધરીએ જણાવ્યું કે દિલ્હી પોલીસ અમને જણાવતી રહે છે કે અમે લોકોએ તેમને ક્લીન ચિટ આપી દીધી છે અને તે અહીંથી નીકળી ગયા છે. જે પછી 18 ઓગસ્ટથી અમે અમારા પતિને શોધી રહ્યા છે. બે મહિનાથી તેમનો પગાર પણ થયો નથી.

પોલીસ કોન્સ્ટેબલના ગુમ થવાથી હાલ તો પરિવાર કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ આજ દિન સુધી તેમનો કોઇ પત્તો મળ્યો નથી. ત્યારે પરિવાર હાથમાં બેનર લઈને પોલીસ કમિશનરને પોલીસ કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે અપીલ કરી રહ્યો છે.

Published On - 5:08 pm, Mon, 20 February 23