Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

|

May 01, 2022 | 8:28 AM

આજે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે રાત્રે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા.

Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે
Delhi CM Arvind Kejriwal on Gujarat visit ,today

Follow us on

વિધાનસભા ચૂંટણીને (Assembly elections) લઇને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ હવે ગુજરાતમાં સક્રિય બની ગઇ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતમાં પ્રવાસ વધારી દીધા છે. ત્યારે આજે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે રાત્રે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા. આજે તેઓ ભરુચમાં “આદિવાસી સંકલ્પ મહાસંમેલન”ને પણ સંબોધિત કરશે.

શનિવારે રાત્રે જ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરત પહોંચી ગયા હતા. મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ ચાલતી હતી, પરંતુ હવે AAP ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. ત્યારે ભાજપ નથી ઈચ્છતું કે AAPને પ્રચાર માટે વધારે સમય મળે. સાથે જ શક્ય છે કે આવનાર 10થી 15 દિવસમાં જ ભાજપ સરકાર વિધાનસભા ભંગ કરીને વહેલી ચૂંટણી જાહેર કરી શકે છે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલના કાર્યક્રમ પર નજર કરીએ તો ભરૂચમાં બપોરે 11:00 કલાકે છોટુ વસાવાના નિવાસ સ્થાને બેઠક કરશે. બાદમાં બપોરે 12:00 કલાકે “આદિવાસી સંકલ્પ મહાસંમેલન”ને પણ સંબોધિત કરશે. સંમેલન બાદ બપોરે 1 અને 30 કલાકે છોટુભાઈ વસાવાના નિવાસ સ્થાને જ બપોરનું ભોજન લેશે. દરમિયાન બપોરે 2:00 થી 3:00 કલાક સુધી કેટલાક રાજકીય અગ્રણીઓ સાથે પણ કેજરીવાલ મુલાકાત કરશે. બાદમાં બપોરે 3:00 કલાકે વડોદરા એરપોર્ટ જવા નિકળશે અને સાંજે 8:00 કલાકે એરપોર્ટથી દિલ્લી તરફ જવા રવાના થશે.

આ પણ વાંચો :  Ahmedabad : શહેરના પોશ વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સમાં રવાડે ચઢાવવાના ષડયંત્રનો પર્દાફાશ, જાણો વિગતે

આ પણ વાંચો : Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી 

Published On - 8:28 am, Sun, 1 May 22

Next Article