સુરતમાં CRPSના જવાને પત્ની ઉપર ફાયરિંગ કર્યું , છુટાછેડાના વિખવાદમાં આર્મીમેને હત્યા માટે સોપારી આપી

|

Mar 17, 2022 | 5:07 PM

સુરત શહેરના રિંગરોડ ખાતે આવેલ માન દરવાજા ટેનામેન્ટમાં ગત શનિવારના રોજ સાંજના સમયે એકત્રીસ વર્ષની નંદિની વિનોદભાઈ મોરે પર બે અજાણ્યા ઈસમોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી શરીરમાં વિવિધ ભાગે ઇજાઓ કરી ફરાર થઈ ગયા હતા.

સુરતમાં CRPSના જવાને પત્ની ઉપર ફાયરિંગ કર્યું , છુટાછેડાના વિખવાદમાં આર્મીમેને હત્યા માટે સોપારી આપી
CRPS firefighter fires at wife in Surat, beheaded for murder in divorce dispute

Follow us on

સુરતમાં CRPSના જવાને પોતાની પત્ની ઉપર ફાયરિંગ (Firing)કરાવી જાનથી મારી નાંખવાની કોશિષ કરી છે. શહેરના રિંગરોડ ખાતે આવેલ  માન દરવાજા સી ટેનામેન્ટ પાસે જાહેરમાં બનેલી ફાયરીંગની ઘટનામાં શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પિસ્તોલ-બે કારતુસ પણ મળી આવ્યા છે. પુછપરછ કરતા છૂટાછેડાના કેસને લીધે થયેલા વિખવાદમાં જ આર્મીમેને પત્નીની હત્યા (Murder) કરવા રૂ.40 હજારમાં સોપારી આપી હતી.

સુરત શહેરના રિંગરોડ ખાતે આવેલ માન દરવાજા ટેનામેન્ટમાં ગત શનિવારના રોજ સાંજના સમયે એકત્રીસ વર્ષની નંદિની વિનોદભાઈ મોરે પર બે અજાણ્યા ઈસમોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી શરીરમાં વિવિધ ભાગે ઇજાઓ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા નંદની બેનને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર વેળાએ ખુલાસો થયો કે અગાઉ પણ નંદીની મોરે પર ફાયરીંગ થયું હતું. ડિવોર્સ કેસના વિખવાદને લીધે પતિ પર શંકા વ્યક્ત કરાઈ હતી.

બંને વાર હુમલો કરનાર વ્યક્તિઓ સમાન હોવાથી ક્રાઈમ બ્રાન્ચે ફૂટેજના આધારે તપાસ કરી હતી. જેમાં હુમલાખોરો જે બાઈક પર આવ્યા હતા. તે નંદીનીના પતિ વિનોદ મોરેના મિત્ર દેવની હોવાનું બહાર આવ્યું હતું. તેની પુછપરછમાં વિનોદે ફોન કરી તેના મિત્રને કામ માટે બાઈકની જરૂર હોય ગત 26 ફેબ્રુઆરીના રોજ અને ગત શનિવારે આપી હોવાનું જણાવ્યું હતું. નંદીની પર ફાયરીંગ તે બે દિવસે જ થયું હતું.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ બાતમીના આધારે પુણા કડોદરા રોડ સણિયા હેમાદ ગામ જવાના ત્રણ રસ્તા પાસેથી બાઈક જીજે-05-એનએ-3311 સાથે, મહારાષ્ટ્ર પુણે જિલ્લાના પીપળી ગામનો વતની 37 વર્ષીય રવિન્દ્ર રઘુનાથ અને મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના ચોપડા ચહાડી ગામા વતની હાલ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ સુભાષ નગરમાં રહેતો 20 વર્ષીય રત્નકલાકાર નરેન્દ્ર ઉર્ફે મયુર રમેશ જાવદને પિસ્તોલ અને બે કારતુસ સાથે ઝડપી લીધા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે હજુ CISF ના જવાના હજુ ફરાર છે જેને પકડવા માટે પોલીસ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Jamnagar: ભોઈ સમાજ દ્વારા હોળીનો ઉત્સાહ અને ઉમંગ, પરંપરાગત રીતે ઉજવણી

આ પણ વાંચો : Gujarat માં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય, હવે ધોરણ 1 થી અંગ્રેજી વિષય ભણાવાશે

Next Article